વસંત પંચમી વસંત પંચમી Articles |February 15, 2024 મહા સુદ પાંચમ એટલે કે વસંત પંચમી. જો હું એમ કહું કે હિન્દુ સંસ્કૃતિના ઉદ્દભવના સમયથી વસંત પંચમી અસ્તિત્વમાં રહેલી છે તો તે અસ્થાને નહીં ગણાય, કારણ કે આપણાં વેદ અને પુરાણોમાં પણ વસંતના વિસ્તૃત વર્ણનો છે. ભોળાનાથ (શિવજી)નાં તપોભંગ ની વાત હોય કે તપસ્વી રાજા પાંડુના વ્રતભંગની વાત હોય તેના મૂળમાં તો વસંતના કામબાણ જ રહેલા છે. આપણા દેશમાં મુખ્ય ત્રણ ઋતુ – શિયાળો, ઉનાળો અને ચોમાસુ અને છ પેટા ઋતુઓ – હેમંત, શિશિર, વસંત, ગ્રિષ્મ, વર્ષા અને શરદ, પરંતુ આ બધામાં વસંતને ‘ઋતુરાજ’ ની પદવી કંઈ અમસ્તી જ નથી મળી ! ચોતરફ ખીલી ઊઠેલી વનરાજી, રંગીન કૂં૫ળો અને ફૂલોની તાજી મીઠી સુગંધ પોતે જ વસંતના આગમનની છડી પોકારે છે. આપણે જેમ વિવિધ તહેવારો અને ઉત્સવો ઉજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ પોતાની આગવી રીતે ઉત્સવ ઉજવે છે અને પ્રકૃતિનો ઉત્સવ એટલે ‘વસંત ઋતુ’. ‘વસંત પંચમી’ એટલે જ વસંતોત્સવ નો પ્રથમ દિવસ. આજના દિન થી શરૂ કરીને એક મહિના સુધી ચાલતો પ્રકૃતિ નો ઉત્સવ જોઈને આપણું હૈયું પણ બોલી ઊઠે છે. “આવ્યો વસંત રે આવ્યો વસંત મારા વન વગડામાં મહોર્યો વસંત…” વસંત પંચમી બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. વૃક્ષો પર નવા પર્ણો ખીલે છે, આંબા ડાળે આમ્રમંજરી મહોરી ઉઠે છે. ગુલમહોર, ચંપા, સૂરજમુખી અને ગુલાબના ફૂલો નું સૌંદર્ય પાન કરતાં ભમરાનો ગુંજારવ, ફૂલોના રસ પાન માટે મધમાખી કે પતંગિયા માં લાગેલી હોડ સમી એ ભાગદોડ અને કોયલનાં મીઠા ટહુકા આપણને નવયૌવન બનાવી દે છે. પશ્ચિમના દેશોમાં લોકો જેને ‘વેલેન્ટાઈન ડે’ તરીકે ઉજવે છે તેને જ આપણું કોઈ એક દિવસ પૂરતું જ નહીં પણ એક મહિના સુધી ‘વેલેન્ટાઇન ઋતુ’ તરીકે ઉજવી શકીએ એવી સમૃદ્ધિ બક્ષે છે આ ‘વસંત ઋતુ’ વસંત પંચમી ની વાત કરીએ ત્યારે આધુનિક યુગના કવિ એવા સ્વ. શ્રી મનોજ ખંડેરિયાની પંક્તિઓ યાદ આવ્યા વિના રહે ખરી “આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના ફુલોએ બીજું કંઈ નથી પગલાં વસંતના.” વસંતઋતુ આપણને પ્રેમ અને સૌંદર્યનું મહત્વ સમજાવે છે. હોળી અને ધુળેટી જેવા રંગોના પર્વ પણ વસંત ઋતુમાં જ આવે છે. તો કેસૂડાના કેસરી ફુલોથી છવાયેલું વૃક્ષ વસંતઋતુનું સૂત્રધાર છે. આવો, આપણે સૌ મોબાઇલની, ટેકનોલોજીની કે ભૌતિક સુવિધાઓથી ભરેલી જિંદગીમાં થોડી ક્ષણો પ્રકૃતિના ખોળે ગુજારીએ અને વસંતના સૌંદર્યનું રસપાન કરીએ. Share: WRITTEN BY Punit Abhivyaktee Popular Posts વસંત પંચમી प्रेमपत्र પ્રેમપત્ર गणतंत्र दिवस પ્રજાસત્તાક દિવસ NEWSLETTER Get all the latest posts delivered straight to your inbox. Subscribe You have been successfully Subscribed! Ops! Something went wrong, please try again. Previous Post Leave a Reply Cancel reply Logged in as Punit. Edit your profile. Log out? Required fields are marked * Message*
પ્રજાસત્તાક દિવસ
પ્રજાસત્તાક દિવસ પ્રજાસત્તાક દિવસ Articles |January 26, 2024 મિત્રો આજે ૨૬ જાન્યુઆરી એટલે કે ભારતીય લોકશાહી માટે ભારતની સ્વતંત્રતા પછીનો સૌ પ્રથમ મહત્વનો દિવસ. ૧૯૫૦માં આજના દિવસે ભારતીય બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું. અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા કરતાં કહ્યું હતું કે લોકોની, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી શાસન પ્રણાલી એટલે લોકશાહી. ભારતની સ્વતંત્રતા પછી લોકશાહી ભારતના બંધારની રચના કરતી વખતે બંધારણ સમિતિએ લોકશાહીની આ વ્યાખ્યાને અનુસરીને જ બંધારણની રચના કરી હતી. આજે બંધારણના અમલીકરણને ૭૪ વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે એક પ્રશ્ન થાય છે કે બંધારણ બનાવતી વખતે જે લોકશાહીની કલ્પના કરવામાં આવી હતી તે ફળીભૂત થઈ રહી છે ખરી? શું આજે ખરેખર લોકોની, લોકો માટે, અને લોકો દ્વારા ચાલતી શાસન પદ્ધતિ છે ખરી? લોકશાહી બંધારણ મુજબ નાગરિકને મળતા હક્કો આપણે ખરેખર ભોગવીએ છીએ ખરા? શું ભ્રષ્ટાચાર માટે આપણે વિરોધ પ્રદર્શિત કરીએ છીએ ખરા? ચૂંટણીમાં મત આપતી વખતે સારા, સાચા અને સ્થાનિક પ્રશ્નોને સમજનારા ઉમેદવારને મત આપીએ છીએ ખરા? કે પછી કોઈ પ્રકારના લોભ – લાલચમાં મતનો દુરુપયોગ કરીએ છીએ? શું આપણી આસપાસ થતી ગેરરીતિ કે દુર્ઘટનાનો વિરોધ કરીએ છીએ ખરા? થોડા વર્ષો પહેલાં સુરતમાં કોચિંગ ક્લાસમાં બનેલ આગની ઘટના, યુવતીની સરાજાહેર હત્યાની ઘટના, બળાત્કારની ઘટનાઓ, મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના, તાજેતરમાં વડોદરામાં બોટ ડૂબી જવાની ઘટના અને એવી આપણી આસપાસ બનતી અનેક ઘટનાઓ – દુર્ઘટનાઓ માટે આપણે અવાજ ઉઠાવીએ છીએ ખરા? કે પછી જે તે સમયે વિરોધનો મોટો જુવાળ બતાવી પછી શાંત થઈ જઈએ છીએ? આજે પ્રજાસત્તાક દિવસે આત્મમંથનની જરૂર છે કે શું ખરેખર ભારતની લોકશાહી પ્રજાસત્તાક છે ખરી? શું શાસન પદ્ધતિ ખરેખર લોકોની, લોકો માટે અને લોકો દ્વારા રચાયેલી છે ખરી? અને જો આ પ્રશ્નોના જવાબમાં ના નો ઉત્તર મળતો હોય તો તેને હા માં પરિવર્તિત કરવું હોય તો તે માટે અન્ય કોઈ નહીં પણ આપણે પોતે જ જાગવું પડશે. ક્યાંક ને ક્યાંક અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્ર થયા પછી પણ આપણે ગુલામીની માનસિકતામાંથી બહાર નથી આવ્યા. ઉઠો, જાગો અને દેશની લોકશાહીને ખરેખર પ્રજાસત્તાક બનાવવા તરફ પગ માંડો. જય હિન્દ. જય ભારત. Share: WRITTEN BY Punit Abhivyaktee Popular Posts ત્યાગ પ્રેમસેવા કોરી પાટી પ્રેમપત્ર પ્રેમપત્ર NEWSLETTER Get all the latest posts delivered straight to your inbox. Subscribe You have been successfully Subscribed! Ops! Something went wrong, please try again. Previous Post Leave a Reply Cancel reply Logged in as Punit. Edit your profile. Log out? Required fields are marked * Message*
गणतंत्र दिवस
गणतंत्र दिवस गणतंत्र दिवस Articles |January 26, 2024 मित्रो, आज २६ जनवरी भारत की आजादी के पश्चात भारतीय लोकतंत्र के लिए पहला महत्वपूर्ण दिन। आज ही के दिन १९५० में भारतीय संविधान लागू किया गया था। अब्राहम लिंकन ने लोकतंत्रकी परिभाषा करते हुए कहा था लोगों की, लोगों के लिए और लोगों द्वारा शासन की एक प्रणाली। भारत की आजादी के बाद लोकतांत्रिक भारत के संविधान को लेकर संविधान समिति ने इसी परिभाषा का पालन करते हुए संविधान का निर्माण किया था। आज जब संविधान लागू होने के ९४ वर्ष पूरे हो गए हैं तब यह सवाल उठता है कि क्या संविधान निर्माण के समय जिस लोकतंत्र की कल्पना की गई थी वह साकार हो रही है? क्या आज वास्तव में जनता का, जनता के लिए और जनता द्वारा शासन का स्वरूप है? क्या हम वास्तव में लोकतांत्रिक संविधान के अनुसार नागरिकों को मिले अधिकारों का उपयोग कर रहे हैं? क्या हम भ्रष्टाचार का विरोध कर रहे हैं? चुनाव में मतदान करते समय हम ऐसे उम्मीदवारों को मत देते हैं जो अच्छे हों, सही हों और स्थानीय मुद्दों को समझते हों? या फिर हम किसी ओभ या लालच के वशमें मत का दुरुपयोग कर रहे हैं? क्या हम अपने आसपास हो रहे गलत काम विरोध करते हैं? कुछ साल पहले सूरत में कोचिंग क्लास में आग लगने की घटना, बलात्कार की घटनाएँ, मोरबी जुलते पुलकी दुर्घटना, हाल ही में वडोदरा में नाव डूबने की घटना और हमारे आसपास होने वाली ऐसी कई घटना – दुर्घटनाओ के खिलाफ हम कभी आवाज़ उठाते हैं? या घटना के समय बड़ा विरोध जताकर फिर शांत हो जाते हैं? आज गणतंत्र दिवस पर आत्ममंथन की जरूरत है कि क्या भारत सचमुच एक लोकतांत्रिक गणराज्य है? क्या शासन वास्तव में जनता का, जनता के लिए और जनता द्वारा है? और अगर इन सवालों का जवाब हमे ना मे मिल रहा है, तो इसे ‘हां’ में बदलने के लिए किसी और को नहीं बल्कि हमे खुद को ही जागना होगा। कहीं न कहीं हम अंग्रेजों की गुलामी से मुक्त होने के बाद भी गुलामी की मानसिकता से बाहर नहीं आ पाये हैं। उठो, जागो और देश के लोकतंत्र को सही मायने में गणतंत्र बनाने की दिशा में कदम बढ़ाओ। जय हिन्द। जय भारत। Share: WRITTEN BY Punit Abhivyaktee Popular Posts ત્યાગ પ્રેમસેવા કોરી પાટી પ્રેમપત્ર પ્રેમપત્ર NEWSLETTER Get all the latest posts delivered straight to your inbox. Subscribe You have been successfully Subscribed! Ops! Something went wrong, please try again. Previous Post Leave a Reply Cancel reply Logged in as Punit. Edit your profile. Log out? Required fields are marked * Message*
પ્રેમ
Prem પ્રેમ……. Articles |November 9, 2023 પ્રેમ, આ અઢી અક્ષરના શબ્દને સમજવા માટે સમગ્ર વિશ્વનાં અગણિત લેખકો, વિવેચકોએ અગણ્ય લેખો લખ્યા છે, પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે, પરંતુ આજે પણ પ્રેમ શું છે તેનો કોઈ સચોટ અને એક સમાન અર્થ કોઈ સમજાવી શક્યું નથી. પ્રેમ શાબ્દિક રીતે જેટલો સરળ લાગે છે તેટલો જ અઘરો અને જટીલ છે અને તેની સાચી સમજ પ્રાપ્ત કરવા માટે પ્રેમનો પ્રત્યક્ષ અનુભવ લેવો જરૂરી છે એમ કહેવું જરા પણ અસ્થાને નહિ ગણાય. શ્રી ગુણવંત શાહ પ્રેમ વિષે લખતા જણાવે છે કે સાચા પ્રેમમાં સુખી થવા કરતા સુખી કરવાની વૃતિ વધુ પ્રબળ હોય છે. સાચો પ્રેમ એટલે સ્મરણ, સતત સ્મરણ, ભીનું સ્મરણ અને મધુર સ્મરણ. વનસ્પતિ સૃષ્ટિમાં જે સ્થાન પુષ્પનું છે, વસંતોત્સવમાં જે સ્થાન ટહુકાનું છે, વાદળોના ભીના મહારાજ્યમાં જે સ્થાન મેઘધનુષનું છે, શિશુના જીવનમાં જે સ્થાન માતાનું છે તે સ્થાન માણસના અસ્તિત્વમાં પ્રેમનું છે. પ્રેમનો શાબ્દિક અર્થ ચાહવું. પ્રેમ એ એક શાશ્વત લાગણી છે જેને હૃદયથી અનુભવાય. પરંતુ આજે પ્રેમના જે કહેવાતા અર્થ પ્રચલિત બન્યા છે તે જાણે કે યુવક અને યુવતી વચ્ચે પ્રેમ એટલે માત્ર એવો સંબંધ કે જેનું પરિણામ માત્ર લગ્ન જ હોઈ શકે અને એનાથી પણ આગળ વધીને આજની યુવા પેઢીએ તો પ્રેમ એટલે શારીરિક સંબંધ એવો જ એક અર્થ બનાવી લીધો છે. પરંતુ આ બંને અર્થઘટન તદ્દન ખોટ્ટા છે. પ્રેમ એટલે બે વ્યક્તિઓ વચ્ચેનો સાયુજ્યનો સંબંધ. બે વ્યક્તિઓ વચ્ચે બંધાતો ભાવનાઓનો સેતુ પ્રેમ છે. સહિયારી સફરનું બીજું નામ છે પ્રેમ. કૂણી લાગણીઓની અભિવ્યક્તિ-અનુભૂતિ એ જ પ્રેમ. પ્રેમ બે વ્યક્તિઓ વચ્ચેનો પવિત્ર સંબંધ છે પછી તે સંબંધ મિત્રતાનો હોય, વાલી અને સંતાનનો હોય, ભાઈ-બહેનનો હોય, શિક્ષક-વિદ્યાર્થીનો હોય, પતિ-પત્નીનો હોય કે પછી કદાચ તે સબંધનું કોઈ સામાજીક નામ-કવચ ન પણ હોય. કોઈ યુવક અને યુવતી વચ્ચે મિત્રતાના સંબંધે પ્રેમનું અસ્તિત્વ તો હોય જ છે પરંતુ આ મિત્રતાનું પરિણામ લગ્ન જ હોય તેવી માન્યતા અસ્થાને છે. મીરાંબાઈ કૃષ્ણને ચાહતા હતા પરંતુ તે એક ભગવાન અને ભક્તનો પ્રેમ હતો. રાધાએ પણ કૃષ્ણને પ્રેમ કર્યો હતો, રાધાનો પ્રેમ તો એટલો ઉચ્ચ કક્ષાનો હતો કે તેણે આજીવન કુંવારા રહીને પણ પોતાનું નામ કૃષ્ણને સમર્પિત કર્યું હતું. આપણે આજે પણ રાધા-કૃષ્ણને જ યાદ કરીએ છીએ. ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ આવે છે પરંતુ આજે પણ દરેક મંદિરમાં કૃષ્ણની સાથે રાધાની જ પ્રતિમા સ્થપાય છે. શું આ પ્રેમ નથી? અમુક લોકો પ્રેમ પ્રદર્શિત કરવા માટે જાતજાતના નુસખા અપનાવે છે, જુદા જુદા કીમિયા અજમાવે છે, પરંતુ તેમની દરેક તરકીબો નિષ્ફળ જાય છે. કારણ કે પ્રેમ કરવાથી નથી થતો. પ્રેમ એ એક એવી લાગણી છે જે સ્વયંભુ છે. સ્વયં પ્રગટેલી લાગણી જ પ્રેમનો અનુભવ કરાવે છે. પ્રેમ એ કઈ ખાડો કે કુવો નથી કે “હું પ્રેમમાં પડ્યો છું” એવા નિવેદન કરવાની જરૂર પડે. પ્રેમમાં પડવાની તો ક્યાંય વાત જ નથી. પ્રેમ તો અનુભવવાની અને અનુભવ કરાવવાની લાગણી છે. પ્રેમ એ તો પામવાની પ્રસાદી છે. એક કવીએ કહ્યું છે કે “નથી જરૂર શિક્ષકની પ્રેમમાં પડવામાં કે નહી પડવામાં, છતાં જરૂરી છે દીક્ષા પ્રેમની કળામાં”” પ્રેમ એક એક કળા છે અને એટલે જ દરેક વ્યક્તિ પ્રેમમાં સફળ નથી થતો. આજની યુવા પેઢી માતા-પિતા, ભાઈ-બહેન, મિત્ર પ્રત્યેની લાગણીને પ્રેમ માનતા જ માનતા જ નથી. આ સંબંધને તેઓ એક ફરજીવાત રીવાજ સમજીને નિભાવવા ખાતર નિભાવે છે. આજની યુવા પેઢી વિજાતીય આકર્ષણને જ પ્રેમનું સુંવાળું નામ આપે છે. સાગર અને ચંદ્ર વચ્ચે પણ પ્રેમ સંબંધ છે. પુનમનાં સોળે કળા એ ખીલેલા ચંદ્રને જાણે કે આલિંગનમાં લેવા માટે સાગર ઘુઘવાટા મારતો દોટ મુકે છે. આપણે આ પ્રક્રિયાને ભરતી કહીએ છીએ પરંતુ આ પણ સાગર અને ચંદ્ર વચ્ચેનો પ્રેમ જ છે, પ્રેમ દરેક વ્યક્તિના જીવનમાં હોય જ છે ફરક છે માત્ર તેની નજરમાં. વ્યક્તિ પ્રેમને કયા દ્રષ્ટિકોણથી જુએ છે તેના પર બધો આધાર રહેલો છે બાકી પ્રેમ એ તો વ્યક્ત થવા માટે થનગનતી તાલાવેલી છે. એક જગ્યાએ વાંચેલું યાદ આવે છે કે પ્રેમ દ્રવ્ય નથી કે તેમાં વધઘટ થઇ શકે, પ્રેમ એ પ્રવાહી નથી કે એની સપાટી ઊંચી કે નીચી થઇ શકે, પ્રેમ તો આકાશ છે જેમાં બધું સમાઈ શકે, બધું જ ઓગળી શકે અને નિઃશેષ શૂન્યતામાં વિલીન થઇ શકે. પ્રેમ ભાવનાની સરિતા છે, પ્રેમ એ કહેવાની નહીં પરંતુ સ્પર્શ દ્વારા અનુભવવાની ભાવના છે. ખરેખર તો પ્રેમ એ ત્યાગનું જ બીજું સ્વરૂપ છે. સાચો પ્રેમી એ જ છે જે ત્યાગ કરી જાણે. પ્રેમનો સાચો સંબંધ એ જ નિભાવી જાણે છે કે જેણે કદી પામવાની ઝંખના ન કરી હોય. પ્રેમનો સિદ્ધાંત જ એ છે કે પ્રેમ પામવાને બદલે પમાડતા આવડવું જોઈએ. જેણે પ્રેમમાં માત્ર પામવાની ઝંખના કરી હોય તેને કદી સફળતા મળતી નથી પરંતુ જેણે માત્ર આપવાની – ત્યાગની ભાવના સેવી હોય તે વ્યક્તિ આડકતરી રીતે તો કઈંક પામે જ છે અને પ્રેમની સાચી સફળતા જ એ છે કે કંઈ પણ પામ્યા વિના, સઘળું આપીને પણ સર્વસ્વ પામી લેવું એ જ સાચો પ્રેમ છે. બે મિત્રો જયારે એકબીજા વિશે વિચારતા થાય, બંને ભાવનાઓનો જયારે સમન્વય સધાય, એક મિત્ર જયારે કોઈ ખાસ લાગણી અનુભવે અને તેની આંખ પરથી કે અન્ય કોઈ પણ રીતે સામા મિત્રને તે લાગણીનો અહેસાસ થાય, અનુભવ થાય તો સમજવું કે બંને મિત્રો વચ્ચે પ્રેમસંબંધ છે. એક વ્યક્તિના મનમાં અન્ય કોઈ વ્યક્તિ માટે કોઈ પણ પ્રકારની ભાવના જન્મે અને તે બે વ્યક્તિઓ વચ્ચે ખરેખર નિર્દોષ સંબંધ હોય (સંબંધનો પ્રકાર ગમે તે હોઈ શકે) તો તે ભાવનાના પ્રત્યુત્તરમાં સામી વ્યક્તિને પણ ભાવના હોવાની જ અને તેના માટે કોઈ શબ્દોની જરૂર રહેતી જ નથી. ભાવનાનું આ વિજ્ઞાન કોઈ ભાષા કે બોલીનું મોહતાજ નથી, આ વિજ્ઞાન ફક્ત મનની જ ભાષા, મૂકભાષા જ સમજે છે. સાચા પ્રેમનું બીજું એક લક્ષણ છે વિશ્વાસ. જો વિશ્વાસને સ્થાન ન હોય તો પ્રેમ પણ શક્ય નથી. વિશ્વાસ એ પ્રેમનું પહેલું પગથિયું છે એમ કહી શકાય. એક પુરુષ અને સ્ત્રી વચ્ચે વિશ્વાસના પાયા પર મિત્રતાનો સંબંધ હોય પછી ભલેને તેઓ પોતાના સંબંધને મિત્રતાનું નામ આપવા ન માંગતા હોય તો પણ તેમની વચ્ચે રહેલા મિત્રતાના સંબંધમાં કોઈ ફરક આવતો નથી. હજુ પણ આપણા સમાજમાં રહેલી સંકુચિતતા ને કારણે કદાચ આ સંબંધ ગેરવ્યાજબી લાગે, લોકો તેમની નિંદા પણ કરે પરંતુ સમાજને જાગૃત બનાવવા, મૈત્રી અને પ્રેમનો ખરો અર્થ સમાજમાં સ્પષ્ટ કરવા માટે આજના યુવા વર્ગે જ કમર કસીને પ્રયત્નો કરવા પડશે અને તે માટે યુવાનોએ પ્રેમના ખરા અર્થને સમજીને સમાજમાં દાખલો બેસાડવો રહ્યો અને આ રીતે પ્રેમના ખરા અર્થને સમાજ સમક્ષ લાવીએ તે જ દિવસે સાચો વેલેન્ટાઇન ડે કહેવાશે. Share: WRITTEN BY adminkahaniya Abhivyaktee Popular Posts test Kori Paati Prempatra Prempatra Gujarati Prem NEWSLETTER
મિત્રતા
Friendship મિત્રતા Articles |November 9, 2023 મિત્ર અને મિત્રતાનું મહત્વ આપણા દેશમાં પુરાતન કાળથી થતું આવ્યું છે. કૃષ્ણ-સુદામાની મૈત્રી, કૃષ્ણ-અર્જુનનો સખાભાવ, દુર્યોધન-કર્ણની દોસ્તી આ બધા ઉદાહરણો મૈત્રીનું મહાત્મ્ય દર્શાવે છે. દુર્યોધને કર્ણને મિત્રતાની સોગતમાં આખો અંગપ્રદેશ આપેલ. સુદામાના સામાન્ય તાંદુલ આરોગીને દોસ્તી દાખવતા કૃષ્ણએ ઝુંપડીમાંથી મહેલનું સર્જન કર્યું. અર્જુન સાથેનો, પાંડવો સાથેનો સખાભાવ નિભાવતા કૃષ્ણ સ્વયં અર્જુનનાં રથના સારથી બન્યા, અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો. આજે આવો મૈત્રી સંબંધ ખુબ જ ઝૂઝ જોવા મળે છે. દરેક વ્યક્તિ પોતે સાચો મિત્ર હોવાનો દાવો તો કરતો હોય છે પરંતુ દરેક વ્યક્તિ સાચો મિત્ર બની શકતો નથી. જે મિત્રો ફક્ત સુખના સમયના જ મિત્રો છે તે ક્યારેય સાચા મિત્રો બની શકતા નથી. આજે ઈ-યુગમાં ઈન્ટરનેટનું મહત્વ વધતું જાય છે. ઇન્ટરનેટે વિશ્વનું અંતર ઘટાડી નાખ્યું છે. ઇન્ટરનેટે સમગ્ર વિશ્વને ઓફીસના કે ઘરના રૂમમાં લાવીને મૂકી દીધું છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નહી ગણાય. ઈન્ટરનેટ દ્વારા વિશ્વનાં બે ખૂણાના દેશોના વ્યક્તિઓ એક ક્ષણમાં મિત્ર બને છે. એકબીજાને જોયા વિના, અવાજ સાંભળ્યા વિના માત્ર ઈમેલ અને ચેટીંગ દ્વારા તેઓની મૈત્રી વિકસે છે. આજના યુગને અનુસાર આવી મૈત્રીને ઈ-મૈત્રી નામ આપવું જોઈએ. સાચો મિત્ર એ જ છે વ્યક્તિના સુખમાં સથવારો આપે અને દુઃખના સમયમાં સાથે રહીને પીઠ થાબડે, દુઃખ દુર કરવામાં સહિયારો સાથ આપે. મિત્રતામાં દંભને કોઈ સ્થાન છે જ નહીં. જે કોઈ વ્યક્તિ મિત્રતાનો દંભ કરે છે મિત્ર હોવાનો દેખાડો કરે છે, તે વ્યક્તિ મિત્રને તો છેતરે જ છે સાથે સાથે મિત્રતાનું પણ અપમાન કરે છે. આ દુનિયામાં અબજો માનવીઓ વસે છે. એકલા ભારતની વસ્તી એક અબજને આંબી ગઈ છે. મોટા શહેરોમાં રસ્તાઓ પર માનવીઓની ભીડ જ દેખાય છે. રસ્તા પર ચાલતી વખતે લોકો એકબીજાને ટકરાતા જાય છે અને ગુસ્સો ઠાલવતા-ઠાલવતા ચાલતા જાય છે. માનવીઓની આવી ભીડ વચ્ચે મિત્રતા એ ભગવાનની ભેટ જ તો છે. અને મિત્ર : મિત્ર એ તો ભગવાનની અમૂલ્ય ભેટ અર્પણ કરવા આવેલ ભગવાનનો દુત છે. જો આવી પવિત્ર ભાવના રાખીને મિત્રતાનો સંબંધ કેળવવામાં આવે, નિભાવવામાં આવે તો આ જગતમાં શાંતિની સ્થાપના કરવી તદ્દન સહેલી છે. આજે દરેક વ્યક્તિ માનવસહજ ભાવના અનુસાર દરેક સંબંધમાં પોતાનો ફાયદો પહેલા શોધે છે. મૈત્રી એ કોઈ ગણિત નથી કે જેની ગણતરી થાય, કોઈ વ્યવસાય નથી કે જેમાં લેવડ-દેવડની પૂર્વશરત હોય. મૈત્રી એ તો એક કળા છે જે કેળવવાની છે, એક સંબંધ છે જે નિભાવવાનો છે. મહાત્મા ગાંધી અને મહાદેવ દેસાઈ આવા જ મૈત્રી સંબંધનું એક જીવંત ઉદાહરણ કહી શકાય. મિત્રતાનો પાયો શું હોઈ શકે? આ વાત જો આજના યુવાનો સમજી લે તો પણ સાચી મૈત્રી શું છે તે સમજી જશે. આજના યુવાનો ખરા અર્થમાં સાચી મૈત્રીને સજ્યા-ઓળખ્યા જ નથી. કોઈ ઈમારતની મજબૂતી વિષે પૂછતાં એક જ જવાબ મળશે કે પાયામાં મજબુત પથ્થરો અને દિવાલોમાં ઈંટોની યોગ્ય ગોઠવણી. જો પાયાનો એકાદ પથ્થર કે દિવાલમાંની ઈંટ સહેજ આડી અવળી થઇ જાય તો આખી ઈમારત ભાંગી પડે છે. મિત્રતાની ઈમારતનું પણ આવું જ છે. મિત્રતાની ઈમારતમાં વિશ્વાસ એ પાયાની મજબૂતી છે અને સાચી સમજ એ ઇંટો છે. વિશ્વાસના પાયા પર સમજની ઇંટો વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે તો જ મિત્રતા લાંબો સમય ટકે છે. મૈત્રીમાં સમજ અને વિશ્વાસ નહીં હોય તો તે મૈત્રી ક્ષણભંગુર બની રહેશે. સાચી મૈત્રી એ તો કાચના વાસણ જેવી નાજુક છે તેને સાચવવાની જરૂર પડે છે, નહીં તો એકાદ નાની કાંકરી પણ મૈત્રીમાં તિરાડ ઉભી કરી શકે છે. સાચો મિત્ર કોણ? એ વ્યક્તિ જેની સાથે ખુબી-ખુશી, સુખ અને દુઃખનું આદાન-પ્રદાન કરી શકાય. જે વ્યક્તિ અન્ય વ્યક્તિની ખુબી જાણતો હોય, ખુશી/સુખના પ્રસંગે આમંત્રણની રાહ જોયા વિના સાથ આપે, દુઃખના બનાવમાં પડખે ઉભો રહે તે જ સાચો મિત્ર છે. મૈત્રી અને ચંદ્ર વચ્ચે એક ખુબ જ સરસ સંબંધ ક્યાંક વાંચ્યાનું યાદ આવે છે. પુનમનો સોળે કળાએ ખીલેલો ચંદ્ર જોઇને કેટલો આનંદ થતો હોય છે. પૂર્ણ આકારનો ચંદ્ર કેટલો સોહામણો દિસે છે. સમગ્ર આકાશમાં પ્રકાશ રેલાવે છે, વાતાવરણમાં શિતળતા રેલાવે છે. આવો પુનમનો સોળે કળાએ ખીલેલો ચંદ્ર એટલે સાચો મિત્ર ધરાવતો વ્યક્તિ. લેખકની કલ્પના ખરેખર ઉચ્ચત્તમ અને સુંદર છે. ચંદ્ર અને મિત્ર વચ્ચે લેખકે ખુબ જ સચોટ સંબંધ દર્શાવ્યો છે. જે વ્યક્તિ પાસે સાચો મિત્ર છે તે વ્યક્તિ ખરેખર સંપૂર્ણ છે. કારણકે સાચો મિત્ર પોતાના મિત્રની ખુશી કે વ્યથા કહ્યાં વિના જ સમજી જાય છે. સાચો મિત્ર હંમેશા પડખે ઉભો રહે છે તેથી સાચો મિત્ર ધરાવનાર વ્યક્તિ પુનમના ચંદ્રની જેમ ખીલેલો રહે છે અને પ્રકાશિત રહે છે, અને આમ તે સંપૂર્ણ છે એમ કહી શકાય. મિત્રતાનું મહત્વ કરતા એનેક લેખો-વિવેચનો-કાવ્યો કેટલાય ગુજરાતી-ભારતીય લેખકો-કવિઓએ લખ્યા છે. વિદેશી લેખકોએ પણ મિત્રતાનું મહત્વ કરવામાં કચાશ નથી રાખી. પરંતુ આવી સાચી મૈત્રી આજે જોવા નથી મળતી. કોઈ બે વ્યક્તીઓ જુના-સાચા મિત્રો હોવાનો દાવો કરતા હોય છે અને નાની એવી વાતમાં મિત્રતાનો સંબંધ તોડીને બેસી જતા હોય છે. કાચા કાનના મિત્રો તો કોઈકની વાત સાંભળીને મિત્રનો વિશ્વાસ ગુમાવી બેસે છે. આવી મૈત્રી સાચી મૈત્રી નથી. સાચા મિત્રો, સારા મિત્રો કાનથી નથી સાંભળતા પરંતુ મનથી અને આંખોથી સાંભળે છે, સાચા મિત્રો આંખ અને મન વડે સમગ્ર વાત સમજી જતા હોય છે. સાચો મિત્ર એ છે જે તમને સમજે છે. મિત્રની પાસે કોઈ વાતના ખુલાસા કે સ્પષ્ટતા કરવાની જરૂર હોતી નથી. એક મિત્રની મુશ્કેલી, પ્રશ્ન અને તેનું નિરાકરણ મિત્ર જ સારી રીતે જાણી શકે છે. એક લેખકે લખ્યું છે કે મિત્ર એ જ છે કે જે ઉપદેશ નથી આપતો પરંતુ સહવાસ આપે છે. ખરેખર એવા મિત્રો કે જે મુશ્કેલી કે પ્રશ્નને જાન્ય બાદ તેના નિરાકરણ કટે સહવાસ આપે છે એ જ સાચા મિત્રો છે. અને આવા મિત્રો જે સહવાસ આપે છે તે જ મિત્રો તમને સમજી શકે છે અને જે મિત્રો તમને સમજી શકે છે એ તમારું સર્જન કરે છે. તમારી કોઈ ભુલમાં સાચો મિત્ર જ તમને ટોકી શકે છે અને તમારા સારા કાર્ય બદલ સાચો મિત્ર તમને અભિનંદન પણ આપે છે. આ સાચો મિત્ર તમારું સર્જન કરે છે. મિત્રના નિર્દોષ-નિખાલસ છે. સાચી મૈત્રીમાં કોઈ સ્વાર્થ, કોઈ વિકૃતિ નથી હોતી. સાચી મૈત્રી નિર્લેપ હોય છે. પરંતુ આજની યુવા પેઢીએ આવી નિર્લેપ મૈત્રીને જીવંત રહેવા નથી દીધી. ખાસ કરીને યુવક-યુવતી વચ્ચ્રની મૈત્રીમાં નિખાલસતા મહ્દઅંશે નષ્ટ થઇ ગઈ છે. યુવક અને યુવતી સાચા મિત્ર હોવાનો દાવો કરે છે પરંતુ તે સાચી મૈત્રી નથી, મૈત્રીના બહાને હેઠળ સેક્સ અને પછી મૈત્રી પૂર્ણ. આવી મૈત્રીના કારણે જ નિર્દોષ અને નિખાલસ મૈત્રી બદનામ થઇ છે. જો કે આ બાબતે માત્ર યુવા પેઢી જ જવાબદાર છે એવું પણ નથી, વડીલો પણ આ બાબતે એટલા જ જવાબદાર છે. યુવક-યુવતીની મૈત્રીને વડીલો-સમાજ