प्रेमपत्र प्रेमपत्र Letter |February 15, 2024 प्रिये जब भी मैं तुम्हें खत लिखने के लिए कागज और कलम हाथ में लेता हूं तो तुम्हारा चेहरा मेरी आंखों के सामने आ जाता है और शब्द मानो खो जाते हैं, कितनी ही कोशिशों के बावजूद भी मैं अपने मन की भावनाओं को कागज पर नहीं उतार पाता। तुम्हारे प्रति अपने प्यार का इज़हार करने के लिए मेरे मन में अनगिनत भावनाएँ उमड़ रही हैं, लेकिन जब मैं उन भावनाओं को कागज़ पर उतारने की कोशिश करता हूँ, तब मानो मेरे सारे शब्द तुम्हारे चहेरे के पीछे कहीं गायब हो जाते हैं। आज प्यार के दिन, एक बार फिर अपने प्यार को शब्दों में व्यक्त करने की चाहत में कागज और कलम उठाया, कि मन की भावनाओं को, मन की अभिव्यक्ति को शब्दों में व्यक्त करना है, और इसीलिए मैंने अपनी आंखे मूँद ली ताकि मै अपनी भावनाओं को शब्दों में उतार सकूँ, क्योंकि मैं जानता था, कि जैसे ही मैं अपनी आँखें खोलूंगा, तुम्हारा चेहरा मेरी आँखों के सामने आ जाएगा और शब्द फिर से खो जाएंगे। मुझे आशा है कि मेरी जो भावनाएँ शब्दों में उतरी हैं और जो भावनाएँ शब्दों में नहीं उतर सकी हैं, उन्हें तुम मन की भाषा में भी समज सकोगी और उसे स्वीकार करोगी। तुम्हारी तसवीरमे शब्दों को ढूँढता हुआ मै Share: WRITTEN BY Punit Abhivyaktee Popular Posts प्रेमपत्र પ્રેમપત્ર गणतंत्र दिवस પ્રજાસત્તાક દિવસ ત્યાગ NEWSLETTER Get all the latest posts delivered straight to your inbox. Subscribe You have been successfully Subscribed! Ops! Something went wrong, please try again. Previous Post Leave a Reply Cancel reply Logged in as Punit. Edit your profile. Log out? Required fields are marked * Message*
પ્રેમપત્ર
પ્રેમપત્ર – [Cloned #3832] પ્રેમપત્ર Letter |February 15, 2024 પ્રિયે જ્યારે પણ તને પત્ર લખવા માટે કાગળ અને કલમ હાથમાં લઉં ત્યારે તારો ચહેરો નજર સમક્ષ ઉપસી આવે અને શબ્દો જાણે ક્યાં ખોવાઈ જાય છે, કેટકેટલાં પ્રયત્નો છતાં મારા મનની લાગણીઓને, ઊર્મિઓને હું કાગળ પર શબ્દદેહે ઉતારી શકતો નથી. તારા પ્રત્યેના મારા પ્રેમને વ્યક્ત કરવા માટે મનમાં અગણિત લાગણીઓ ઉમળતી હોય છે પરંતુ જ્યારે તે લાગણીઓને કાગળ પર ઉતરવાનો પ્રયત્ન કરું છું ત્યારે પ્રેમની સામે શબ્દો શૂન્ય બની જાય છે અને તારા ચહેરારૂપી આકાશની પાછળ બધા જ શબ્દો અદ્રશ્ય થઈ જાય છે. આજે પ્રેમના દિવસે ફરી એકવાર મારા પ્રેમને શબ્દોમાં ઢાળવાની ઇચ્છાથી કાગળ અને કલમ હાથમાં લીધી કે કેમે કરીને મનની લાગણીઓને, મનની અભિવ્યક્તિને શબ્દોમાં વ્યક્ત કરવી જ છે અને તેથી જ આંખો બંધ કરીને જે લાગણીઓ, જે ઊર્મિઓ શબ્દદેહે ઉતરી તેને એમ જ ઉતરવા દીધી કારણ કે હું જાણતો હતો કે જે ક્ષણે આંખ ખોલીશ તે જ ક્ષણે આંખની સમક્ષ તારો ચહેરો ઊભરી આવશે અને ફરી શબ્દો ખોવાઈ જશે. આશા રાખું છું કે મારી લાગણી જે ગણતરીના શબ્દોમાં જે રીતે ઉતરી છે તે શબ્દોને અને જે લાગણી શબ્દોમાં નથી ઉતરી શકી તેને મનની ભાષામાં પણ સમજીને સ્વીકારીશ. તારી તસવીરમાં શબ્દો શોધતો તારો હું Share: WRITTEN BY Punit Abhivyaktee Popular Posts પ્રેમપત્ર – [Cloned #3832] गणतंत्र दिवस પ્રજાસત્તાક દિવસ ત્યાગ પ્રેમસેવા NEWSLETTER Get all the latest posts delivered straight to your inbox. Subscribe You have been successfully Subscribed! Ops! Something went wrong, please try again. Previous Post Leave a Reply Cancel reply Logged in as Punit. Edit your profile. Log out? Required fields are marked * Message*
પ્રેમપત્ર
Prempatra પ્રેમપત્ર Letter |November 9, 2023 પ્રિયે, પ્રેમ શું છે? પ્રેમ સનાતન સત્ય છે, લાગણી છે, સંબંધ છે, જીવનનો પર્યાય છે. દરેક વ્યક્તિએ પ્રેમ તો કરવો જ જોઈએ. પ્રેમ વિના જીવન અધૂરું છે. આપણા મનમાં રહેલી અધુરપ પુરાય કે ના પુરાય પ્રેમ અધુરપનું મધુરપમાં રૂપાંતર કરે જ છે. પ્રેમ એક અનુભવ છે. આજે પ્રેમના આ દિવસે તને પત્ર લખવો છે અને નથી પણ લખવો. બધી જ વાતો કહેવી છે અને કશી જ વાત નથી કહેવી. બધી જ વાત કોઈ કદીયે કરી શકતું નથી, લાગણીની લિપિ પૂર્ણપણે કોરા કાગળ પર અંકિત થઇ શકે ખરી? એટલે જ પત્ર લખવાની સનાતન પ્યાસ હોવા છતાં પણ લખવાનું માંડી વાળું છું પણ આ વાત માંડી વાળી શકાય એવીય નથી. હું લખું છું, વલખું છું, સૂરજનું કિરણ રોજ સવારે સમુદ્રના જળ પર પોતાની લિપિ આંકવા માટે અથાક પ્રયત્નો કરે છે, થાકીને તે ફરી પાછું રાતનાં અંધકારમાં લપાઈ જાય છે પરંતુ તારા દિલનાં કિરણોએ મારા હ્રદય પર લિપિ અંકિત કરી દીધી છે. કેટલાક પ્રશ્નોના જવાબ કદાચ તું જ આપી શકે છે, તારી પાસે કોઈ જાદુ છે? કોઈને પરવશ કરવાની કળા છે? કેમ મારા આંખ-કાન તને મળવા માટે આટલા બધા અધીરા અને આકળા-બેબાકળા બન્યા છે? મારે તને એક વાત કહેવી છે. તું આવ, અહીં આવ, પવનના તીરની ગતિ લઈને આવ. આ સાગરમાં મારી નાવ ડૂબી જાય છે, આ રાતનો અંધકાર જરી પણ નથી જીરવાતો. મારો આ સુર તારા શબ્દ વિના ક્યાં સુધી એકલો-અટૂલો રઝળતો-ગાતો ફર્યા કરશે? ગીતનું ગળું ભીંસી નથી નાખવું મારે, મારે તો મુક્તપણે ગાવું છે ગીત તારા પ્રેમના રેશમી બંધનનું. હાથમાં તારો હાથ હોવો જોઈએ, જીવનમાં તારો સાથ હોવો જોઈએ. ચાલ, આપણે સ્મશાનગૃહમાં સ્મિત અને પ્રેમની અગ્નિ ચાંપીને આંસુઓનો અગ્નિસંસ્કાર કરીએ. હું આ પત્રના પ્રત્યુત્તરની પ્રતીક્ષા નહિ કરું કારણ કે મારું હ્રદય પ્રતીક્ષા કરે છે તારા આગમનની. લિ. તારા પગરવનો પ્રતિક્ષાર્થી……. Share: WRITTEN BY adminkahaniya Abhivyaktee Popular Posts test Kori Paati Prempatra Prempatra Gujarati Prem NEWSLETTER Get all the latest posts delivered straight to your inbox. Subscribe You have been successfully Subscribed! Ops! Something went wrong, please try again. Previous PostNext Post Leave a Reply Cancel reply Logged in as adminkahaniya. Edit your profile. Log out? Required fields are marked * Message*
પ્રેમપત્ર
Prempatra Gujarati પ્રેમપત્ર Letter |November 9, 2023 પ્રિયે, આજે પ્રેમના દિવસે હું તને એક પ્રશ્ન પૂછવા માંગુ છુ, મને મારા પ્રશ્નનો ઉત્તર આપીશ? પ્રેમ શું છે? હું જ્યારે પણ વિચારું છુ કે પ્રેમ શું છે ત્યારે મને ફક્ત તારો જ ચહેરો દેખાય છે, તારી કાજળ ભરેલી કામણગારી આંખો, તારા ઘટાદાર કેશ, તારા રતુંબડા ગાલ, ગુલાબની કળી જેવા કોમળ હોઠ, શરમથી રાતોચોળ થતો તારો ચહેરો જ મારી આંખો સમક્ષ ઉપસી આવે છે. એક પળ માટે વિચાર આવે કે તારો ચહેરો જ પ્રેમ છે કે તરત જ તારો મધુર અવાજ મારા કર્ણપટલને મધમીઠા રણકારથી ભરી મૂકે છે, જાણે કે જગતમાં બીજા કોઈ અવાજ જ ના સાંભળુ અને ફક્ત તને જ સાંભળ્યા કરું! અહીં એમ થાય કે તારો અવાજ જ પ્રેમ છે, બીજી જ ક્ષણે તારી સાથે વિતાવેલી ક્ષણો યાદ આવી જાય છે. જ્યારે તારી સાથે હોઉં છુ ત્યારે જાણે સમગ્ર વિશ્વ મારા માટે અજાણ્યું – પારકું બની જાય છે. મારા મન-મસ્તિષ્કમાં આવતી દરેક ચિંતા – વ્યથા – વ્યગ્રતા તારા સાથમાં ઓગળી જાય છે અને હું તદ્દન હળવોફૂલ બની જાઉં છુ. એવો અહેસાસ થાય છે કે પ્રેમ એટલે માત્ર તારો સાથ – સહવાસ. જ્યારે પણ મારા મનમાં પ્રેમ શબ્દનો વિચાર આવે ત્યારે જાણે કે પ્રેમના પર્યાય સમાન તું જ ત્યાં હાજર હોય છે. આજે તને એક વાત કહેવી છે, મારા મનમાં રહેલી પ્રેમની વ્યાખ્યા આજે તારી સમક્ષ વ્યક્ત કરવી છે. પ્રેમ શું છે? પ્રેમ લાગણી છે, પ્રેમ અભિવ્યક્તિ છે, પ્રેમ અનુભૂતિ છે, પ્રેમ ત્યાગ છે, પ્રેમ સમર્પણ છે, પ્રેમ મુક્તિ છે. પ્રેમ ની વાત કરું ત્યારે મારા ગમતા કવિ શ્રી અંકિત ત્રિવેદીની એક વાત યાદ આવે છે પ્રેમ દરેક વખતે ભેગા નથી કરતો. જુદા પણ કરે છે. તમને તમારાથી જુદા કરે છે. પ્રેમ થાય પછી આપણામાં આપણે નથી હોતા, માત્ર આપણી ગમતી વ્યક્તિ જ હોય છે, પ્રિયે, મને પ્રેમમાં કશું જ પામવું નથી, બધુ જ આપી દેવું છે. મારા પ્રેમમાં કોઈ આશા નથી કે નથી કોઈ પરિણામને પામવા માટેનો પ્રેમ. મારા પ્રેમની મંઝિલ માત્ર તું જ છે કારણકે મારું મન ઝંખે છે તારા આત્માનું મિલન, શરીરના મિલનનું મારા પ્રેમમાં કોઈ જ સ્થાન નથી. આવો છે મારો પ્રેમ, તારો પ્રેમ કેવો છે, તારા શબ્દોમાં અભિવ્યક્ત કરીશ તો મને ગમશે. લિખિતંગ તારા પ્રેમભર્યા પગરવનો પ્રતિક્ષાર્થી. Share: WRITTEN BY adminkahaniya Abhivyaktee Popular Posts test Kori Paati Prempatra Prempatra Gujarati Prem NEWSLETTER Get all the latest posts delivered straight to your inbox. Subscribe You have been successfully Subscribed! Ops! Something went wrong, please try again. Previous PostNext Post Leave a Reply Cancel reply Logged in as adminkahaniya. Edit your profile. Log out? Required fields are marked * Message*