Kori Paati કોરી પાટી Poems |November 9, 2023 કોરી પાટી હતું મન આ મારું પ્રિતની શાહીથી લખ્યાં છે લેખ ઘણાં રંગવિહીન હતી જિંદગી આ મારી તેં પ્રિતના ભર્યા છે રંગ ઘણાં સહવાસથી ડરતી હતી હું ને તારા સ્પર્શનો એહસાસ સુદ્ધાં છે આજે એકલી નીકળી ન હતી કદીય બહાર ને તારા સંગાથની સુવાસ મહેકે છે આજે શાંત હતું આ નિસ્તેજ મન મારું પણ દરિયાની છલકતી લહેર છે આજે હોઠ કદીય બોલ્યા નહિ પણ તારા નામનું જ રટણ છે આજે પાંદડા વગરના વડ જેવું હતું આ જીવન મારું ને ખીલેલા પુષ્પોની માળા છે આજે આમ તો આવ્યાં ને ગયા ઘણાંય આ જીવનયાત્રામાં રોકવા હાથ ઉપડ્યો નહિ કદી ને તને પામવાની ચાહત જાગી છે આજે Share: WRITTEN BY adminkahaniya Abhivyaktee Popular Posts test Kori Paati Prempatra Prempatra Gujarati Prem NEWSLETTER Get all the latest posts delivered straight to your inbox. Subscribe You have been successfully Subscribed! Ops! Something went wrong, please try again. Previous PostNext Post Leave a Reply Cancel reply Logged in as adminkahaniya. Edit your profile. Log out? Required fields are marked * Message*