ત્યાગ Stories |December 1, 2023 પ્રિયમે અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કરી જીવનની કડવી વાસ્તવિકતાઓ સમક્ષ પ્રથમ પગ મુક્યો ત્યારે તેના વડીલો તેના માટે કન્યાની શોધમાં હતા. ઘાટીલો દેહ, ગોરો વાન, પહોળી છાતી. કોઈ પણ છોકરી પહેલી જ નજરમાં દિલ દઈ બેસે તેવો હતો પ્રિયમ. પ્રિયમે તેના વડીલોએ બતાવેલી ઘણી કન્યાઓ જોઈ પરંતુ કોઈ તેની આંખમાં વસતી નહોતી. એક દિવસ પ્રિયમ અને કંચન બંને શહેરના Havmor Restaurant માં પહેલી વાર મળેલા (ગેરસમજ ના કરશો, આ મુલાકાત વડીલોએ જ ગોઠવેલી હતી) પ્રિયમ અને કંચને એકબીજાના વિચારો જાણવા માટે એકાદ કલાક જેટલો સમય સાથે ગાળ્યો. એકબીજાના શોખ, પસંદ, નાપસંદ, કોલેજ, મિત્રો એવી ઘણી વાતો થઇ. આ દરમ્યાન પ્રિયમે એક વાત પર ખાસ ભાર મુક્યો હતો. તેણે વારંવાર કંચનને કહ્યું હતું કે “તમે જે કોઈ નિર્ણય આપો તે તમારી મરજીથી જ આપશો. તમારા વડીલોએ આંગળી ચીંધી અને તે સંબંધમાં હા પાડવી એવા કોઈ દબાણમાં આવીને તમારો નિર્ણય ના કરશો.” આ મુલાકાત બાદ કંચનના વડીલો તરફથી કંચનનો હકારાત્મક જવાબ હોવાની વાત સાંભળી પ્રિયમ ખુબ ખુશ થઇ ગયો કારણ કે કંચન તેની આંખમાં વસી ગઈ હતી. અને કેમ ના વસે. રૂપરૂપનો અંબાર, કાજળભર્યા નયનો, લાલાશ વેરતા ગાલ, ગુલાબની કળી જેવા રતુમડા હોઠ, ઘૂંટણે પહોચે તેવી લાંબી ઘાટી કેશાવલી. હસે ત્યારે જાણે કે ગુલાબ વેરાય, મરકે ત્યારે બંને ગાલે પડતા ખંજનથી તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જતા. આવી સ્વર્ગની અપ્સરા જેવી કંચન જાણે ખરેખર કંચન (સોના)ની ઢીંગલી પ્રિયમની જીવનસંગીની બનશે એ ખ્યાલથી જ પ્રિયમ ફુલાઈ રહ્યો હતો. આમ આ સંબંધ બાંધવા બંને પક્ષ તૈયાર હતા, બંને પક્ષના વડીલોએ સારું મુહુર્ત જોઈ પ્રિયમ અને કંચનની સગાઈની વિધિ હોંશભેર પાર પાડી. સગાઇ અને લગ્ન વચ્ચેના દસ માસ દરમ્યાન પ્રિયમ અને કંચન ખુબ ફર્યા, ઘણો સમય તેમણે સાથે ગાળ્યો. કંચન ઘણી વખત પ્રિયમના ઘરે આવી હતી. ઘરના દરેક સભ્યો સાથે કંચન ખુબ જ હળીભળી ગઈ હતી. ઘરના સૌ સભ્યો કંચનના વખાણ કરતા થાકતા નહોતા. પ્રિયમના પાડોશીઓ પણ કંચનથી પ્રભાવિત થયા હતા. આ દસ માસમાં પ્રિયમ અને કંચન એકબીજાના સ્વભાવથી ઘણા વાકેફ થયા હતા. કંચનનો સ્વભાવ અમુક અંશે નિખાલસ અને અમુક અંશે લુચ્ચો કહી શકાય એવો મિશ્ર હતો. પ્રિયમ ખુબ જ સમજદાર, ગંભીર અને સત્યપ્રિય હતો. કોઈ પણ વાત સાંભળીને તાત્કાલિક તેનો પ્રતિભાવ આપવાને બદલે પૂર્ણ રીતે દરેક પાસાનો વિચાર કર્યા પછી જ પ્રિયમ કોઈ પ્રતિભાવ આપતો. સગાઈ અને લગ્ન વચ્ચેના દસ માસ કેવી રીતે પસાર થઇ ગયા તે જાણે ખબર જ ન પડી. પ્રિયમને તો આ સમય જાણે કે દસ દિવસનો જ હોય તેવું લાગતું હતું. જોતજોતામાં લગ્નનો દિવસ આવી ગયો. લગ્નની વિધિ-સત્કાર સમારંભનો સમગ્ર કાર્યક્રમ બે દિવસનો હતો. બે દિવસ ધામધુપૂર્વક નીકળી ગયા. લગ્ન અને સત્કાર સમાંરભ રંગેચંગે પાર પડી ગયા. બહારગામથી આવેલા મોટા ભાગના મહેમાનો સત્કાર સમારંભ પતાવીને નવદંપતિને લગ્નજીવનની સફળતાના આશીર્વાદ આપી નીકળતા ગયા. હવે ઘરમાં નજીકમાં કુટુંબીજનો સિવાય કોઈ નહોતું. પ્રિયમે મધુરજની માટે હોટેલનો રૂમ રાખવાને બદલે ઘરના પોતાના રૂમને જ કંચનના મનગમતા ગુલાબ અને જાસ્મીનના ફૂલો વડે મન ભરીને શણગાર્યું હતું. રાત્રે સત્કાર સમારંભમાંથી આવીને નજીકના મિત્રોને પણ પ્રિયમે ઝડપથી વિદાય આપી રવાના કર્યા. પ્રિયમે ધીમા ડગલે રૂમમાં પ્રવેશ કર્યો. પ્રિયમના મનમાં મધુરજનીનો રોમાંચ હતો, ઉત્સાહ હતો. પલંગ પર ફૂલોની સેજની વચ્ચે નવોઢા કંચન સોળે શણગાર સજીને પ્રિયતમ પ્રિયમની રાહ જોઈ રહી હતી. પ્રિયમે કંચનની પાસે બેસી તેનો હાથ પોતાના હાથમાં લઇ પ્રેમથી સ્હેજ દબાવ્યો. કંચને શરમાઈને હાથ પાછો ખેંચી લેતા તેના હાથમાંની બંગડીઓના રણકારથી પ્રિયમ રોમાંચિત થઇ ઉઠ્યો. કંચને બાજુમાં ટીપોય પર મુકેલ કેસર ઘૂંટીને બનાવેલ દુધનો ભરેલો ચાંદીનો ગ્લાસ પ્રિયમ સામે ધરતા પ્રેમથી કહ્યું, “લો પ્રિયમ દૂધ પી લો.” પ્રિયમે તેમાંથી પોતાના હાથે પહેલો ઘૂંટડો કંચનને પીવડાવ્યો અને પછી પોતે થોડું દૂધ પીધું. પ્રિયમે કંચનના ખોળામાં માથું મુકતા કહ્યું, “કંચન આજે આપણા જીવનની નવી શરૂઆત છે. હું આજે તને એક વાતનો વિશ્વાસ અપાવવા માગુ છું કે હું માત્ર તારો પતિ જ નહી તારો મિત્ર પણ છું. આપણે પતિ-પત્ની ઉપરાંત મિત્રો પણ છીએ. તારા સુખમાં હું કદાચ તારો ભાગીદાર ન બનુ પરંતુ તારા દુઃખમાં હું ૧૦૦% તારો ભાગીદાર રહીશ. કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં તું મને પતિ તરીકે નહિ પણ એક મિત્ર તરીકે નિસંકોચપણે તારા દિલની વાત કહી શકે છે. કંચને પ્રિયમના માથાના વાળમાં આંગળીઓ રમાડતાં કહ્યું “પ્રિયમ હું નસીબદાર છું કે મને તમારા જેવો પ્રેમાળ વ્યક્તિ એક મિત્ર તરીકે અને પતિ તરીકે મળ્યો છે. મેં ગયા જન્મમાં ચોક્કસ કોઈ સારા કર્મો કર્યા હશે તેનું જ આ પરિણામ આજે મને મળી રહ્યું છે.” પ્રિયમે હળવેકથી લાઈટ બંધ કરી અને જીરો બલ્બ ચાલુ કર્યો. જીરો બલ્બના આછા અજવાળામાં કંચનની સુંદરતા જાણે ઓર નીખરી આવી હતી. લાઈટ બંધ થતાં કંચને કહ્યું “પ્રિયમ મારે તમને એક વાત કહેવી છે પણ મને કહેતા ડર લાગે છે. સારું થયું કે તમે લાઈટ બંધ કરી તેથી કદાચ હું અંધારામાં તમારી સાથે વાત કરી શકીશ” પ્રિયમે કહ્યું “જાન એવી તે શું વાત છે કે તું અજવાળામાં કહેતા ગભરાતી હતી. મેં હમણાં જ તને કહ્યું ને તું મને પતિ તરીકે નહિ પણ મિત્ર તરીકે તારા દિલની વાત ખુલીને કરી શકે છે.” કંચને કહ્યું તમારા આ પ્રેમને કારણે જ હું આજે આ વાત કહેવાની હિંમત કરી શકી છું. દસ માસથી હું તમને આ વાત કહેવા માગતી હતી પણ હિંમત નહોતી કરી શકતી. પ્રિયમે કહ્યું, તું જરાય ડર રાખ્યા વિના જે વાત હોય તો કહી દે. કંચને ડરતા ડરતા કહ્યું, “પ્રિયમ મેં તમને છેતર્યા છે, તમારો વિશ્વાસઘાત કર્યો છે, મને માફ કરશો પ્રિયમ?” પ્રિયમે સવાલ કર્યો, કંચન તું શું કહે છે મને કઈ સમજાતું નથી, તેં મને છેતર્યો છે, તેં મારો વિશ્વાસઘાત કર્યો છે. તું આ શું બોલે છે? અને આજની આપણી આ અમુલ્ય રાત્રે તું આ કેવી વાતો લઈને બેઠી છે કંચન ! કંચને કહ્યું દસ મહિનાથી હું આ વાત નથી કહી શકી, જો આજે આ વાત નહીં કરું તો અનર્થ થઇ જશે. પ્રિયમે કહ્યું કે જો ખરેખર કોઈ ગંભીર વાત હોય તો કહી દે, હું સાંભળું છું તારી વાત. કંચને ધીમા સાદે વાત શરૂ કરી, “પ્રિયમ હું કોલેજના સમયથી રાજીવ નામના એક યુવકના પ્રેમમાં હતી અને આજે પણ હું તેને એટલો જ ચાહું છું, પરંતુ મમ્મી-પપ્પાની બળજબરીના કારણે મેં તમારી સાથે લગ્ન કરવાની હા પાડી હતી. કંચન એકીશ્વાસે બોલી ગઈ, તેની આંખો શરમ-ડર-ગુનાની મિશ્ર ભાવનાઓથી ઝુકી ગયેલી હતી. પ્રિયમ પણ આ વાત સાંભળી જાણે કે શૂન્યમનસ્ક બની ગયો હતો. બે મિનિટ સુધી મૌન છવાયેલુ રહ્યું. પ્રિયમે મૌન તોડતા કહ્યું, કંચન તેં આ વાત મને પહેલા કેમ નાં કરી? સગાઇથી પહેલા પણ મેં તને કહ્યું હતું કે સગાઈનો નિર્ણય તારી ઇચ્છાથી જ લેજે, વડીલોના
પ્રેમસેવા
પ્રેમસેવા Stories |December 1, 2023 પ્રથમ વિચાર સાગરમાં ડૂબેલો હતો. ટેબલ પર મોબાઈલની રીંગ વાગતા જ પ્રથમ ઝાટકા સાથે વિચારસાગરમાંથી બહાર આવી ગયો, પરંતુ પ્રથમ મોબાઈલ રીસીવ કરે તે પહેલા જ સામા છેડેથી નો-રીપ્લાય સમજીને ફોન મુકાઇ ગયો. miss call માં અનાન્યાનું નામ જોઇને પળભરમાં પાછલા પાંચ વર્ષની જીવનયાત્રા ફિલ્મની રીલની જેમ પ્રથમની નજર સામેથી પસાર થઇ ગઈ. પ્રથમ T.Y. ની ફાઈનલ પરીક્ષાની તૈયારીમાં મશગુલ હતો. પરીક્ષાના આગલા દિવસે પ્રથમને પ્રાર્થનાનો ફોન આવ્યો. પ્રાર્થના કે જેને પ્રથમ પોતાની જાતથી પણ વધુ પ્રેમ કરતો હતો. પ્રાર્થનાએ પણ પ્રથમને સાચા પ્રેમના વાયદા કર્યા હતા. આખી કોલેજ જાણતી હતી કે ફાઈનલ પરીક્ષા બાદ પ્રથમ અને પ્રાર્થના લગ્ન કરવાના છે. પ્રથમના પરિવારના લોકો આ સંબંધથી નારાજ હતા અને પ્રથમના પિતા માનતા હતા કે આ કોલેજનો પ્રેમ છે અને એ કોલેજની સાથે જ પૂરો થઇ જશે તેથી તેઓ કઈ બોલતા ન હતા. પરીક્ષાના આગલા દિવસે ફોન કરીને પ્રાર્થનાએ પ્રથમને કહ્યું કે “પ્રથમ, પરીક્ષાઓ પૂરી થયાના બીજા દિવસે રશેષ સાથે મારી સગાઇ થવાની છે, અને એક સપ્તાહ પછી લગ્ન. રશેષ અમેરિકામાં well settled છે, ત્યાં તેનો ખુબ મોટો business છે. હવે તું મને ભૂલી જજે, I am sorry” આ ત્રણ વાક્યોની વાતે ત્રણ વર્ષોના પ્રેમ સંબંધ પર એક જ ક્ષણમાં પૂર્ણવિરામ મૂકી દીધું. પ્રથમને ખુબ જ આઘાત લાગ્યો, પરંતુ તેણે મન મનાવ્યું કે મોહ કરે તે બંધન કહેવાય અને મુક્ત કરે તેને પ્રેમ. પરીક્ષાના છેલા દિવસે પ્રાર્થનાએ પોતાના લગ્નનું કાર્ડ પ્રથમના હાથમાં આપતા કહ્યું, પ્રથમ મને વિશ્વાસ છે કે તું મારા લગ્નમાં હાજરી આપીશ. પ્રથમ, મારા વિશ્વાસને તુટવા નહિ દે ને?” પ્રથમના મનમાં આવ્યું કે પ્રાર્થના તેં ક્યાં મારા વિશ્વાસને ટકાવ્યો તો પછી હું કેવી રીતે તારા વિશ્વાસને ટકાવી શકીશ? પણ તે બોલી ના શક્યો અને એ જ પ્રાર્થના તરફ પોતાના પ્રેમને ખાતર અને પ્રાર્થનાએ તેના પર મુકેલ વિશ્વાસને ટકાવી રાખવા માટે પ્રથમે પ્રાર્થના-રશેષના લગ્નમાં હાજરી આપી અને દામ્પત્યજીવનમાં સુખ-શાંતિની શુભકામનાઓના પ્રતિક સમા ગુલાબનો ગુલદસ્તો પ્રાર્થનાને આપી ભારે હૈયે ત્યાંથી નીકળી ગયો. પ્રથમ બહારથી તો એવું જ બતાવતો હતો કે જાણે તેને પ્રાર્થનાના વિરહનો કોઈ અફસોસ-દુઃખ નથી, પરંતુ અંદરથી એ ખુબ દુઃખી હતો. તેણે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. ક્યારેક ક્યારેક પ્રાર્થનાની યાદ તીવ્ર બની જાય ત્યારે તે ખુબ દુઃખી થઇ જતો અને તેના ચહેરા પર વિષાદ ફરી વળતો પરંતુ તેનું સાચું કારણ કોઈ નહોતું જાણતું. પ્રથમના મોટા ભાઈ અને પપ્પા પ્રથમને તેના વ્યવસાયને લઈને ઘણી વખત ટોકતા. નાની નાની બાબતોમાં પ્રથમની ભૂલ કાઢીને તેને રીતસરનો વઢતા. એક પછી એક જીવનની કઠોર વાસ્તવિકતાઓ સામે આવતા પ્રથમ પડી ભાંગ્યો હતો. પ્રથમ જીવનથી તદ્દન નિરાશ થઇ ગયો હતો. જિંદગી જીવવામાંથી તેનો રસ ઉડી ગયો હતો, તે હતાશ થઇ ગયો હતો. જિંદગી જીવવા ખાતર જાણે કે યાંત્રિક રીતે જીવતો હતો. એવામાં એક દિવસ પ્રથમ તેના મોટા ભાઈના કામસર cyber café માં ગયો હતો ત્યારે internet પર chatting કરતા કરતા પ્રથમની મુલાકાત મુંબઈની અનન્યા સાથે થઇ. સામાન્ય Hi, Hello થી શરૂ થયેલ વાતચીત લાંબી ચાલી અને મિત્રતામાં પરિણમી. પ્રથમને અનન્યાની મૈત્રી ગમવાનું કારણ હતું અનન્યાનો સ્વભાવ. ગમે તેવી કઠોર પરિસ્થિતિમાં પણ આત્મવિશ્વાસથી જિંદગી જીવવી એ અનન્યાના સ્વભાવની લાક્ષણીકતા હતી. આમ તો પ્રથમ પણ એવા જ વિચારોનો હતો પરંતુ જીવનની એક પછી એક કારમી થપાટોએ પ્રથમના જીવનમાંથી રસ ઉડાડી દીધો હતો. આ તરફ અનન્યા પણ તેના ઘરના સભ્યો તરફથી તિરસ્કારનો ભોગ બનેલ હતી. એક પ્રાઇવેટ કંપનીમાં એક્ઝીક્યુટીવ તરીકે જોબ કરતી અનન્યા એક એવા મિત્રની શોધમાં હતી જે તેને સમજી શકે, તેના નિરાશાના સમયમાં તેને આશ્વાસન આપે. આમ સમાન વિચારધારાને કારણે પ્રથમ અને અનન્યાની મૈત્રી ગાઢ બનતી ગઈ. બંને મિત્રો નિયમિત રીતે e-mail, chatting, phone પર એકબીજાને મળતા રહ્યા. એકબીજાના નિરાશાના સમયમાં, હતાશાના સમયમાં આશ્વાસનના મીઠા શબ્દોથી તાજગી અનુભવતા રહ્યાં. ચાર વર્ષ જેટલો સમય આમ ને આમ પસાર થઇ ગયો. પ્રથમ અને અનન્યાએ એકબીજાના ફોટા e-mail માં મોકલાવેલ અને ફોન પર અવાજ પણ સાંભળેલ પરંતુ ચાર વર્ષમાં એક પણ પ્રત્યક્ષ મુલાકાત થઇ નહોતી. એક વખત પ્રથમને તેના વ્યવસાયના કામસર મુંબઈ જવાનું થતા મુંબઈ પહોંચીને તેણે અનન્યાને ફોન કર્યો, અને બંનેએ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પાસે મળવાનું નક્કી કર્યું. બીજા દિવસે સવારથી સાંજ સુધી પ્રથમ અને અનન્યા મુંબઈની જુદી જુદી જગ્યાઓ પર ફર્યા. બંને મિત્રો વચ્ચે ચાર વર્ષની phone-internet ની મુલાકાત દરમ્યાન જે નિકટતા હતી તે આ એક વખતની પ્રત્યક્ષ મુલાકાતમાં જાણે બમણી થઇ ગઈ. અનન્યા સાથેની મિત્રતા બાદ પ્રથમમાં એક મોટું પરિવર્તન આવ્યું હતું. એક સમયે જિંદગીથી હતાશ થયેલો, આત્મહત્યાના વિચારો કરતો પ્રથમ જિંદગીને ચાહવા લાગ્યો હતો. પ્રથમ અનન્યાને ચાહવા લાગ્યો હતો, પ્રથમ ઈચ્છતો હતો કે તેના દિલમાં પ્રાર્થનાએ બનાવેલ ઘર કે જે તેના લગ્ન થઇ ગયા બાદ ખાલી હતું તેમાં અનન્યા રહે. પરંતુ પ્રથમ અનન્યા સમક્ષ તેના દિલની વાત કહેતા ડરતો હતો. મુંબઈથી પાછા આવ્યાના ચારેક માસ પછી એક દિવસ અનન્યાએ પ્રથમને ફોન કરીને કહ્યું, પ્રથમ મારા ઘરના લોકો મને લગ્ન કરવા માટે ખુબ દબાણ કરે છે છે અને હું હમણાં લગ્ન કરવા નથી માગતી, મારે ઘરના લોકોને કેવી રીતે સમજાવવા. પ્રથમે કહ્યું, લગ્ન ન કરવાનું કોઈ કારણ તો હશે જ ને? તું મને તારું કારણ જણાવે તો હું ચોક્કસ તારી મદદ કરી શકું. અનન્યાએ ફોનમાં કારણની ચર્ચા કરવાનું ટાળતા કહ્યું કે તે વિગત e-mail લખીને મોકલશે. પ્રથમે પણ નક્કી કરું લીધું કે e-mail આવતા જ પોતાના દિલની વાત અનન્યાને કહી દેશે. પરંતુ બીજા દિવસે અનન્યાનો e-mail પ્રથમ માટે ખુશીના બદલે આઘાતના સમાચાર લઈને આવ્યો. e-mail ની વિગતમાં અનન્યાએ જણાવ્યું હતું કે તે પોતાની ઓફીસના જનરલ મેનેજર સુહાસને ચાહે છે અને સુહાસ પણ અનન્યાને પ્રેમ કરે છે પરંતુ અનન્યાના પરિવારવાળા પ્રેમ લગ્નના વિરોધી હોવાને કારણે અનન્યાને લગ્ન માટે દબાણ કરે છે. અનન્યાએ વધુમાં લખ્યું હતું કે તે લગ્ન કરશે તો સુહાસ સાથે જ, બીજા કોઈની સાથે લગ્ન કરવાને બદલે તે આત્મહત્યા કરવાનું પસંદ કરશે. આ સંપૂર્ણ વિગત વાંચીને પ્રથમને ફરી એવો જ ઝાટકો લાગ્યો જેવો પ્રાર્થનાનો ફોન સાંભળીને લાગ્યો હતો. પ્રેમમાં નિષ્ફળતાનો આ બીજો આઘાત હતો પ્રથમને. આજે પ્રથમના મનમાં ફરી આત્મહત્યાના વિચારો ફરતા હતા એટલેમાં તેના કોમ્પ્યુટરમાં વાગતી મનહર ઉધાસના સ્વરમાં ગવાતી રજની પાલનપુરીની ગઝલ પ્રથમના કાને પડી પ્રણય પંથે જનારો સિદ્ધિની પરવા નથી કરતો, ફના થઇ જાય છે કિન્તુ કદમ પાછા નથી ભરતો. પ્રથમના મનમાંથી આત્મહત્યાના વિચાર પળભરમાં નીકળી ગયા. તેણે અનન્યાને ફોન કરીને સુહાસના નંબર લીધા. અનન્યાનો સુહાસ પ્રત્યેનો પ્રેમ અને સુહાસ સાથે લગ્ન કરવાની તેની ઈચ્છા કેટલા ગંભીર છે જાણ્યા બાદ તેણે સુહાસને ફોન કર્યો અને સુહાસ અનન્યા પ્રત્યે કેટલો વફાદાર છે અને તેનો અનન્યા પ્રત્યે સાચો પ્રેમ છે તેની ખાતરી કર્યા બાદ
શરદ પૂનમ
Sharad Poonam વ્હાલાં, નહીં તો વ્હાલાં મટીને વેરી થાય ના, કઇ ખામી હોવી જોઈએ મારા વહાલમાં Stories |November 9, 2023 શરદ પૂનમની રાત હતી, ચંદ્ર એની સોળે કળાએ ખીલેલો હતો. રાતના કાળા આકાશની વચ્ચે પૂર્ણ રીતે ખીલેલો ચંદ્ર તેજ પાથરીને જાણે અંધારાને ચીર્યાની પ્રસન્નતાથી મલકી રહ્યો હતો. બીજી તરફ ધરતી પર અનેક માણસોની ભીડમાં હોવા છતાં એકલો પાવક સોળે કળાએ ખીલેલા ચંદ્રને ઉદાસ ચહેરે જોઈ રહ્યો હતો. ચંદ્રની પ્રસન્નતાની પાવક પર કોઈ અસર નહોતી થઇ. પૂનમની રાત્રે દરિયામાં ઉઠતા મોજાઓની ભરતી જેવી જ વિચારોની ભરતી પાવકના મગજમાં ઉઠી રહી હતી. અનેક વિચારો અતીતમાંથી ઘુઘવાટા મારતા આવતા અને પાવકને હલબલાવીને પાછા જતા રહેતા. પાવક એકીટશે ચંદ્રને જોઈ રહ્યો હતો, પાવકને ચંદ્રમાં કરૂણાનો ચહેરો દેખાતો હતો. કરૂણા કે જે ક્યારેક પાવકની પ્રેયસી હતી-પત્ની હતી. પરંતુ હવે (!) હવે શું? આ સવાલરૂપી મોજાની થપાટે પાવકને અતીતના અંધકારમાં ધકેલી દીધો. પાવકનો ગોરો વાન, મધ્યમ બાંધો, સામી વ્યક્તિને વીંધી નાંખે તેવી વેધક નજર, જોતા જ આંખમાં વસી જાય તેવું હતું પાવકનું રૂપ. સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પાવકે પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. સ્વભાવે ખુબ જ વાચાળ, દરેક વ્યક્તિ સાથે પળભરમાં જ એવો હળીભળી જાય કે જાણે વર્ષો જુની ઓળખાણ હોય. સામાજીક સેવાના કાર્યોમાં પણ અગ્રેસર. આમ બધાની સાથે મળતો, બધાની વચ્ચે રહેતો પાવક અંદરથી ખુબ જ એકલો હતો. કુટુંબ ખુબ મોટું, મિત્ર વર્તુળ પણ ખાસ્સું એવું મોટું પરંતુ પાવક જેને તેના દિલની વાત ખુલ્લી રીતે કરી શકે તેવા મિત્રો ગણવામાં વેઢાઓ પણ વધી પડે. પાવક કંઈક જુદી જ માટીમાંથી ઘડાયેલો હતો, તેના વિચારો બધાથી જુદા જ. પ્રેમ જેવા નાજુક અને જટીલ વિષયને તેણે ખુબ જ સહજતાથી પચાવ્યો હતો. પ્રેમ વિશેના તેના વિચારો તદ્દન અલગ અને તે વિચારો સાચા હોવા માટેની પુરતી દલીલો પણ તેની પાસે હતી. પાવકનું વાંચન ખુબ જ વિશાળ, કોઈ પણ વિષય આપો પાવક તેના પર લખી શકે, બોલી શકે, વકતૃત્વ કળામાં પણ એટલો જ હોશિયાર. પાવક પાસે પોતાના દરેક વિચાર-મંતવ્ય માટેની પુરતી દલીલ હોવા છતાં તે હમેશા ચર્ચામાં ઉતરવાનું ટાળતો. પ્રેમની વાત આવતા પાવક કહેતો કે પ્રેમ એટલે ત્યાગ, સમર્પણ. પ્રેમ ની સાચી મજા આપવામાં રહેલી છે. ભોગવવું, અધિકાર, લેવું એ પ્રેમના લક્ષણો હોઈ જ ના શકે. પાવકની ઉમર પચીસીએ પહોચતા પાવકના વડીલોએ તેને યોગ્ય કન્યાની શોધ આદરી હતી. પાવક માટે ઘણાં માગા આવ્યા, પાવક પણ કન્યાને મળતો પરંતુ પાવકને કોઈ પણ કન્યામાં વૈચારિક સુંદરતા ન દેખાતી. બાહ્ય રીતે દરેક કન્યા સુંદર હતી પરંતુ પાવક બાહ્ય સુંદરતાને બદલે આંતરિક સુંદરતા, વૈચારિક સુંદરતાને વધારે મહત્વ આપતો હતો. એવામાં કરૂણાનું માગું આવ્યું. બંને પક્ષના વડીલોએ કૌટુંબિક તપાસ કરી, જન્મક્ષાર મેળવ્યા. બધું બરાબર લાગતા યુવક-યુવતી બંને એકબીજાને મળીને ખુલ્લા દિલે વાતચીત કરી શકે તે માટે એક બગીચામાં મુલાકાત ગોઠવવામાં આવી. આ મુલાકાતથી જાણે પાવકના જીવનનો એક નવો વળાંક શરૂ થયો. કરૂણાને જોતા વેંત જ પાવકનું મન બોલી ઉઠ્યું, પાવક હા પાડી દેજે. કરૂણાનો ગોરો વાન, કાજળભર્યા નયનો, લાલાશ વેરતા ગાલ, નાજુક નમણો ચહેરો જાણે કે લજામણીનું ફુલ. પાવક અને કરૂણાએ એકબીજાને જોયા બાદ વીસેક મિનીટ એકલા વાતચીત કરી. આ વાતચીત દરમ્યાન બંનેએ પોતાના વિચારોની આપ લે કરી અને પાવકને લાગ્યું કે તે અને કરૂણા એકબીજા માટે જ બન્યા છે. જાણે કે Made for Each Other. બીજા દિવસે પાવકના ઘરના અન્ય વડીલોએ કરૂણાને જોઈ અને તેઓની સગાઇ નક્કી થઇ ગઈ. સગાઇ બાદ પાવકમાં પરિવર્તન આવી ગયું હતું, હંમેશા એકલો રહેતો, ઉદાસ રહેતો પાવક હસવા લાગ્યો હતો. પાવકના મિત્રો પણ પાવકમાં આવેલા આ પરિવર્તનથી ખુશ હતા. એકાકી રહેતો પાવક અચાનક જ જાણે ખીલી ઉઠ્યો હતો. કરૂણા સાથે ફોન પર દોઢ-બે કલાક જેટલો લાંબો વાર્તાલાપ એનો રોજીંદો નિયમ બની ગયો હતો. કરૂણાનો અવાજ સાંભળ્યા વિના પાવકને ચેન નહોતું પડતું. પાવકને દિવસે તેના કામકાજમાંથી સમય નહોતો મળતો તેથી તેણે રાત્રે એક-દોઢ વાગ્યે કરૂણા સાથે ફોન પર વાત કરવાનો નિયમ રાખ્યો હતો. પાવકના જીવનમાં કરૂણાનાં આગમન પછી પાવકમાં આવેલા પરિવર્તનથી ઘરના અન્ય સભ્યો પણ ખુબ ખુશ હતા. સગાઇ અને લગ્ન વચ્ચેના લગભગ એક વર્ષના ગાળામાં પાવક અને કરૂણા ઘણું ફર્યા, બંને એકબીજાના વિચારોથી લગભગ વાકેફ આવી ગયા હતા. લગ્નનો સમય નજીક આવતા બંને પક્ષે તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. પાવક અને કરૂણા બંનેના વડીલોએ લગ્નના તમામ કાર્યક્રમો ભાવિ નવદંપતિની ઈચ્છા મુજબ જ ગોઠવ્યા હતા. ખુબ જ ધામધૂમપૂર્વક ત્રણ દિવસના લગ્નનું સુંદર આયોજન વિના વિધ્ને પર પડી ગયું. અને અંતે કરૂણા વિધિવત રીતે પાવકના ઘરમાં-જીવનમાં પ્રવેશી ચુકી. લગ્નનો આ દિવસ જાણે કે પાવક માટે જીવનનો સૌથી વધુ ખુશી આપનારો દિવસ બની રહ્યો. લગ્ન પછીની કૌટુંબિક વિધિઓ, ધાર્મિક વિધિઓ નીપટાવવામાં એક માસ જેટલો સમય નીકળી ગયો. પછી આ નવદંપતી ઉપડ્યું હનિમૂન માટે. હનિમૂનનું આયોજન પણ પાવકે કરૂણાની પસંદ મુજબ ગોઠવ્યું હતું. કરૂણાને કુદરતી સૌંદર્ય ખુબ જ પસંદ હતું તેથી પાવકે હનિમૂન માટે પસંદગી ઉતારી કેરળનાં એક નાનકડા ગામ કુમારકોમ પર. કુમારકોમ – ધાંધલ ધમાલ વાળા વિસ્તારથી દુર, ચારે તરફ હરિયાળી, પક્ષીઓના અભ્યારણથી ઘેરાયેલ નાનું અમથું ગામ. પણ આ નાના અમથા ગામમાં પણ નજર ઉંચી કરતા કુદરતી સૌંદર્ય તમારી આંખમાં છવાઈ જાય. આવા આહલાદક વાતાવરણ વચ્ચે, પ્રકૃતિના ખોળે પાવક અને કરૂણા વીસ દિવસ સુધી મન ભરીને રમ્યા અને એક બીજામાં ખોવાઈ ગયા. અહી પાવકે કરૂણાને એક નવું નામ આપ્યું હતું, કેશીની. કરૂણાના વાળ ખુબ જ સુંદર અને લાંબા હતા, અને પાવકે કરૂણાના લાંબા વાળ જોઇને જ કરૂણાને પસંદ કરી હતી તેથી તેણે કરૂણાને કેશીનીનું નવું નામ આપ્યું. પાવક અને કરૂણા હનિમૂનથી પરત આવ્યા ત્યારે બંને ખુબ જ ખુશ હતા, ઘરે આવ્યા બાદ પાવક પોતાના વ્યવસાયમાં મન પરોવવા લાગ્યો અને કરૂણા ઘરકામમાં વ્યસ્ત થવા લાગી. બંને પોતાની વ્યસ્તતાની સાથે નવદંપતિ તરીકે સગા સંબધીઓના ઘરે, મિત્રોના ઘરે આવતા જતા રહેતા. પાવક સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલો તેથી સંસ્થાઓના મેળાવડાઓમાં પણ બંને જતાં. આમને આમ બીજા ત્રણ માસ કેમ નીકળી ગયા તેની કોઈને ખબર જ ના પડી. કરૂણાને નવા ઘર, નવા વાતાવરણ અને ઘરના સભ્યોની સાથે એડજસ્ટ થવામાં સમય લાગશે તે વાત પાવક સમજતો હતો તેથી ક્યારેક ક્યારેક અમુક નાની નાની વાતોમાં કરૂણા અને પાવકની મમ્મીની અમુક ફરિયાદો અંગે પાવક મૌન સેવતો કારણ કે તે સમજતો કે ધીમે ધીમે બધું બરાબર ગોઠવાઈ જશે. સામાજીક પ્રસંગો અને રીતરીવાજો પાવક સુંદર રીતે નિભાવી જાણતો. કરૂણાના મામાના ઘરે લગ્ન પ્રસંગ નિમિત્તે પાવકે કરૂણાને એક અઠવાડિયા પહેલા જ મોકલી આપી જેથી કરૂણા મામાના ઘરે લગ્નમાં સારી રીતે ભાગ લઇ શકે. કરૂણાને મામાના ઘરે લગ્ન માટે મોકલતા પહેલા પાવક એ નહોતો જાણતો કે દસ દિવસ પછી શું થવાનું છે. કરૂણાના મામા ઘરે લગ્ન પ્રસંગ પાર પડી ગયા બાદ ત્રીજા દિવસે પાવક કરૂણાને લેવા માટે ગયો ત્યારે કરૂણા અને તેના માતાપિતાનું
ભાગ્યનાં લેખ
Bhagy na lekh ભાગ્યના લેખનો ભરોસો શો? એ બધી તો તમારી શાહી છે કોઈ માને ના માને પણ બેફામ, કાવ્ય કુદરતની કાર્યવાહી છે Stories |November 9, 2023 ઓગષ્ટ માસના રવિવારની વરસાદી સાંજનો સમય હતો. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. કચ્છ કે જ્યાં વરસાદ સામાન્ય રીતે દર વર્ષે નહિ પણ ત્રણ કે ચાર વર્ષે દર્શન દેતો હોય છે. પાછલા ત્રણ વર્ષ દુકાળ વાળા કાઢ્યા બાદ મેઘરાજાએ કચ્છ પર મહેર કરી હતી. જુલાઈના અંતમાં ખુબ જ સારો વરસાદ કચ્છની ધરાને તૃપ્ત કરી ગયા પછી નાના વિરામ બાદ ફરી ધીમી ધારનો વરસાદ કચ્છની જમીનમાં નવી ઉગેલી હરિયાળીને વધુ પલાળી રહ્યો હતો. આવા ઝરમર વરસાદની ધીમી ધારમાં પલળતો પલ્લવ આદિપુરની ગાંધી સમાધિના લીલાછમ્મ ઘાસમાં બેસીને કઈક વિચારી રહ્યો હતો ત્યાં પાછળથી ખીલખીલાટ હાસ્યનો અવાજ પલ્લવના કાનને જાણે ભીંજવી ગયો. પલ્લવની વિચારતંદ્રામાં ખલેલ પહોચતાં તેણે પાછું વળી ને જોયું તો જોતો જ રહી ગયો. પૃથ્વી પર આવું પણ રૂપ હોય ખરું? તેની નજરની સામે સાતેક સખીઓના વૃંદમાં રતુંમ્બડા ગાલ અને ગુલાબની પાંખડીઓ જેવા હોઠમાંથી હાસ્ય વેરતી, કોમળ હથેળીઓથી તાળીઓ પાડતી, લાંબા વાળને લહેરાવતી પલક બેઠી હતી. વાન સહેજ ઘઉંવર્ણો તેમ છતાં પલક ખુબ જ આકર્ષક લાગતી હતી. પલ્લવ તો પલક ને જોતા જ જાણે કે ખોવાઈ ગયો. એટલામાં આ સખીવૃંદ ઉભું થયું અને હાસ્ય વેરતું પલ્લવની બાજુમાંથી પસાર થઇ ગયું અને અચાનક જ પલ્લવે બુમ પડી “એક્ષ્ક્યુઝ મી બ્યુટીફુલ ગર્લ્સ”. આ સાંભળી એ સખીઓ ઉભી રહી અને પલક સહેજ આગળ આવીને ગુસ્સામાં તાડૂકી “એય મિસ્ટર, તમને શરમ નથી આવતી, આમ જાહેરમાં છોકરીઓની છેડતી કરો છો”. પલ્લવે તદ્દન નિર્લેપભાવે જવાબ આપ્યો કે છોકરીઓની છેડતી કરનારને કોઈની શરમ નથી આવતી હોતી પરંતુ હું તેમાનો નથી, આ તો તમારું પર્સ પડી ગયું અને તમારું નામ ખબર નહોતી અને તમે બધા સુંદર છો એટલે આ રીતે બુમ પાડી, પણ જો તમને આ પર્સ ના જોઈતું હોય તો હું એ તમારી યાદગીરી માની મારી પાસે સાચવીને રાખી મુકીશ. આ સાંભળી પલક શરમાઈ ગઈ અને પર્સ લઈને દોડીને જતી રહી. બીજા દિવસે પલક ફરી તે જ સમયે ગાંધી સમાધિ પર આવી અને પલ્લવ આવે એવી આશા સાથે ઘણી જ રાહ જોઈ પરંતુ પલ્લવ ના દેખાયો. આમ ને આમ શુક્રવાર સુધી પલક રોજ સાંજે રાહ જોતી રહી પરંતુ તેને સફળતા ન મળી. પલકે હાર ન માની અને તે શનિવારે પણ વહેલી સાંજે આવી ને રાહ જોતી બેઠી અને થોડી વારમાં જ તેણે પલ્લ્વને આવતો જોયો. પલક તો મનોમન ખુશીમાં નાચી ઉઠી. પલ્લવ તેના નિયમ મુજબની જગ્યાએ જઈને બેસી ગયો, તેને જરા પણ ધ્યાન નહોતું કે પલક તેની રાહ જોતી બેઠી છે. પલ્લવ બેઠો કે તરત જ પાછળ થી પલકે આવી ને કહ્યું કે “લાગે છે કે તમારો ગુસ્સો હજુ ઉતર્યો નથી અને તમે હજુ મને માફ નથી કરી” પલક ની આ વાત સાંભળી પલ્લ્વને હસવું આવી ગયું અને તેને જવાબ આપ્યો “મેડમ ગુસ્સો તો તમને આવ્યો હતો અને હું તમને કઈ વાત માટે માફ કરું” પલ્લવના જવાબ પછી બંને હસી પડ્યા અને તેમની આ મુલાકાત મૈત્રી તરફની મુલાકાત બની રહી. બંને મિત્રોએ એકબીજાનો પ્રાથમિક પરિચય મેળવ્યો. પલ્લવ ગાંધીધામ રહેતો હતો, શનિવાર અને રવિવારના દિવસે આદિપુર કોલેજમાં એમ.એ. ના ક્લાસ એટેન કરતો અને ક્લાસ બાદ એકાદ કલાક ગાંધી સમાધિના શાંત વાતાવરણમાં બેસતો. પલ્લ્વને સાહિત્યનો, ટૂંકી વાર્તાઓ લખવાનો શોખ તેથી તેને આવા શાંત વાતાવરણમાં કઈ કેટલાય નવા વિચારો સ્ફુરતા. પલક મૂળ માંડવીની અને આદિપુરની હોસ્ટેલમાં રહીને બી.એ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી. બંને મિત્રો વચ્ચે પ્રાથમિક પરિચયની આપ-લે પછી દર શનિવારે ગાંધી સમાધિના મેદાનમાં મળવાનો તેમનો વણલખ્યો નિયમ બની ગયો હતો. પલ્લવ અને પલક મળતા ત્યારે એકબીજાના શોખ વિશે, મિત્રો વિશે, એકબીજાના પરિવાર વિશે, કોલેજ વિશે અનેક વાતો થતી. નિર્દોષ મજાક મસ્તી પણ થતી. આવી નિયમિત થતી મુલાકાતો વચ્ચે પલ્લવના મનમાં પલક પ્રત્યેના પ્રેમના અંકુર ફૂટ્યાં પરંતુ તે અંકુર શબ્દોનું પાણી પી ને પ્રગટ નહોતા થઇ શક્યા કારણ કે પલ્લવ નહોતો જાણતો કે પલક તેના પ્રેમના અંકુર ને સ્વીકારનું ખાતર આપશે કે નહિ. તેણે ખુબ જ વિચાર કર્યો અને અંતે એક દિવસ તેણે પલકને કહ્યું કે પલક મને તારી સાથે એક અગત્યની વાત કરવી છે. પલક તું તારા નામની પાછળ તારા પિતાજીનું નામ લગાવે છે, હવે પછી તારા પિતાજીના નામને બદલે મારું નામ લગાવવાનું એટલે કે પલક પલ્લવ રધુવંશી બનવાનું પસંદ કરીશ? આ સાંભળી પલક એક ક્ષણ માટે ગંભીર બની ગઈ અને પછી તેણે વાતને હસી કાઢતા કહ્યું કે પલ્લવ આ તું શું બોલે છે? ધોળા દિવસે પ્રેમના સપના જુએ છે? હું અહીં ભણવા આવી છું પ્રેમ કરવા માટે નહીં. આ જવાબ સાંભળી પલ્લવ શુન્યમનસ્ક બની ગયો અને કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી જતો રહ્યો. પલ્લવે તેના માતા-પિતા ને તેનો નિર્ણય જણાવી દીધો કે તે લગ્ન નહીં કરે. પલ્લવના માતા-પિતાએ તેને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા, મિત્રો પણ પલ્લ્વને સમજાવીને થાક્યા પણ પલ્લવ તેના નિર્ણય પર અડગ હતો અને કોઈ તેના નિર્ણય પાછળનું કારણ સમજી નહોતા શકતાં. આમ ને આમ જીદગીમાં બે વર્ષનો સમય ઉમેરાઈ ગયો. પલ્લ્વનો ગાંધી સમાધિના શાંત વાતાવરણમાં બેસીને વિચારયાત્રા કરવાનો નિયમ હજુ પણ અકબંધ હતો. બે વર્ષના વિસામા બાદ આ વર્ષે વરસાદે ફરી દર્શન દીધા હતા. આવી એક વરસાદી સાંજે પલ્લવ અને ઘાસ ઝરમર ઝરમર વરસાદમાં પલળી રહ્યા હતા ત્યારે પલ્લ્વની પાછળથી એક અવાજ સંભળાયો “પલ્લવ આજે ફરી તારી માફી માંગવા આવી છું, મને માફ નહિ કરે?” પલ્લવ પાછળ જોયા વિના જ અવાજ ઓળખી ગયો, એ જ મધુર અવાજ, એ જ રણકો. પલ્લવે પાછળ જોયું તો પાછળ એ જ પલક પરંતુ સદાય હસતો ચહેરો સાવ મુરઝાઈ ગયેલો, ગાલોની રતાશ ફિક્કી પડી ગયેલી, સદાય નાચતી આંખો ઊંડી ઉતરી ગયેલી. બીજી જ ક્ષણે પલક પલ્લવના ખભે માથુ નાખી ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી. પલકે કહ્યું પલ્લવ મને માફ કરી દે, મેં મારી સખીઓ સાથે શરત લગાવેલી કે કોલેજકાળમાં હું માત્ર અભ્યાસમાં જ ધ્યાન આપીશ અને પ્રેમ સંબંધથી દુર રહીશ. પલ્લવ એ શરતના જુસ્સામાં મેં તારા પ્રેમનો અસ્વીકાર કર્યો પણ તારા ગયા પછી મને ખબર પડી કે તારો પ્રેમ મારા જીવનનો એક અમૂલ્ય ભાગ બની ગયો હતો. હું જાણું છું કે મેં તારું દિલ દુભાવ્યું છે અને એટલે જ તારી પાસે આવવામાં ડરતી હતી કારણ કે તારો ગુસ્સો સહન કરવાની મારામાં હિંમત નહોતી પણ આજે મારી અંદર રહેલી સઘળી હિંમત એકઠી કરીને તારી માફી માંગવા આવી છું. પલ્લવ કંઈપણ બોલ્યા વિના માત્ર પલકની સામે જોતો રહ્યો. પલકે પૂછ્યું પલ્લવ આમ શું જુએ છે? પલ્લવે કહ્યું પલક મને વિશ્વાસ નથી આવતો કે આ તું બોલે છે, ભાગ્ય ના લેખમાં આવું
An evening at coffee shop
An evening at coffee shop કોફી શોપ પર એક સાંજ Stories |November 9, 2023 ૨૫મી જુલાઈ, રવિવારની સાંજે પ્રિયાંશ બેન્ડ સ્ટેન્ડની સામેના કાફે કોફી ડે માં એક હાથમાં કોફીનો કપ અને એક હાથમાં કલમ લઈને બેઠો હતો. તેનો દર રવિવારનો આ નિયમ હતો. બેન્ડ સ્ટેન્ડના ઉછળતાં મોજાને જોઇને પ્રિયાંશના મનમાં પણ કવિતા, વાર્તાના વિચારોના મોજા ઉછળતાં અને તેને તે શબ્દોમાં ઢાળીને સુંદર રચનામાં પરિવર્તિત કરતો અને તેમાં પણ અત્યારે તો ઉછળતાં મોજાને સંગત આપવા આકાશ પણ ઝરમર ઝરમર વરસાદ વરસાવી રહેલ હતો. બીજા પણ અમુક લોકો વરસાદ બંધ થવાની રાહ જોવાના બહાને CCDમાં આવીને બેઠા હતાં. CCDની અંદર લગભગ વીસેક ખુરશીઓ રોકાયેલ હતી. પ્રિયાંશ તેની નવી વાર્તાનાં વિચારોને શબ્દદેહ આપવામાં મશગુલ હતો ત્યાં તેના કર્ણપટલ પર એક મધુર સ્વર રણકારે ટકોરા પાડ્યા, Excuse me please, can I sit here if you don’t mind, પ્રિયાંશની લેખનયાત્રામાં ખલેલ પડતા સ્હેજ ગુસ્સા સાથે પ્રિયાંશે આંખ ઉંચી કરી અને સામેની વ્યક્તિને જોતાં જ જાણે કે તેનો ગુસ્સો વરસતા વરસાદમાં પીગળી ગયો. તેની નજર સામે નીલા રંગનાં બાંધણીના સલવાર સૂટમાં અપ્સરા જેવી કન્યા. ગોરો વાન, એકવડિયો બાંધો, અણીયારી આંખો, નકશીદાર નાક, ગુલાબને પણ શરમાવે એવા હોઠ. પહેલી જ નજરે મોહિત થઇ જવાય એવું રૂપ પ્રિયાંશની સમક્ષ ઉતરી આવ્યું હતું. પ્રિયાંશે એક જ ક્ષણમાં કોફી શોપની અન્ય ખુરશીઓ પર નજર ફેરવી, ક્યાંય જગ્યા ખાલી ન હોવાને સદ્દનસીબ માની હળવા સ્મિત સાથે ઉત્તર આપ્યો, I am not owner of this cafe, so I never mind, you can sit wherever you like… પ્રીતિકાએ Thanks કહી પ્રિયાંશની સામેની ખુરશી પર સ્થાન ગ્રહણ કરતાં shake hand કરવા હાથ લંબાવી પરિચય આપતા કહ્યું, myself Pritika Jain. પ્રિયાંશે હાસ્ય સાથે હાથ મિલાવતા ઉત્તર આપ્યો, Nice to meet you miss. I am Priyansh Raguvanshi, working with shipping company as sales manager and writer by passion આટલું સાંભળતા જ પ્રીતિકા જાણે ઉછળી જ પડી, wow…. great… મતલબ કે હું એક લેખકની સાથે બેઠી છું? આશા રાખું છું કે મારા આવવાથી આપનું લેખનકાર્ય અટક્યું તો નથી? પ્રિયાંશે હસીને ઉત્તર વાળતા કહ્યું, ના ના આમેય હું વિચારતો હતો. મારી વાર્તાના નાયક-નાયિકાના મિલન પછી આગળ કેવી રીતે વધવું તે કઈ સમજ નહોતી પડતી એટલામાં તમે આવી ગયા. By the way મેં તો મારો પરિચય આપ્યો, તમે હજુ સુધી તમારો પરિચય નથી આપ્યો. પ્રીતિકાએ પોતાના વિષે જણાવતા કહ્યું કે તે એક Infotech Companyમાં HR Head તરીકે કામ કરે છે. આમ ને આમ વાતો-વાતોમાં બે કલાકનો સમય પસાર થઇ ગયો અને ખબર પણ ના પડી. બહાર વરસાદ પણ થંભી ગયો હતો, એટલામાં પ્રિયાંશના મોબાઈલ પર તેના મિત્રનો ફોન આવતા તેને બહાર જવાનું હોતા વાતોનો દોર અટક્યો અને બંને છુટા પડ્યા. અલબત્ત આ બે કલાક દરમ્યાન બંનેએ મોબાઈલ નંબરની આપ લે તો કરી જ લીધી હતી. પ્રિયાંશનો દર રવિવારે સાંજે ૫ થી ૭ દરમ્યાન આ જ જગ્યા પર બેસીને લેખનકાર્યનો નિયમ હતો જે નિયમમાં હવે લેખનની સાથે પ્રીતિકા સાથેની મુલાકાતનો ઉમેરો થયો હતો. ધીરે ધીરે સમય પસાર થતો ગયો, પ્રિયાંશ અને પ્રીતિકાની પ્રથમ મુલાકાતની પ્રથમ વર્ષગાંઠ આવી પહોંચી. પ્રિયાંશ અને પ્રીતિકા બંનેને એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી હતી પરંતુ આજ સુધી બંનેમાંથી કોઈએ એ લાગણીને શબ્દોમાં વ્યક્ત કરી નહોતી. પ્રિયાંશના મનમાં પ્રેમ હોવા છતાં તેણે તેને પ્રગટ નહોતો કર્યો કારણ કે તેને થેલેસેમિયાની બીમારી હતી અને તે નહોતો ઈચ્છતો કે પ્રેમનો પ્રસ્તાવ મુકીને પ્રીતિકાનું ભવિષ્ય જોખમમાં મુકે. આજે તેમની મુલાકાતની પ્રથમ વર્ષગાંઠ હતી. આજે રવિવાર ન હોવા છતાં મિત્રતાની પ્રથમ વર્ષગાંઠ ઉજવવા બંને કોફી શોપ પર મળ્યા. આ મુલાકાત પૂર્વ નિર્ધારિત ન હતી તેમ છતાં નિયમ મુજબના સમયે બંને આવી ગયા. પ્રિયાંશના આવ્યાના બે મિનીટ બાદ પ્રીતિકાએ કોફી શોપમાં પ્રવેશ કર્યો અને પ્રિયાંશ તેને જોતો જ રહી ગયો કારણ કે પ્રીતિકા આજે જન્મદિવસ નિમિત્તે પ્રિયાંશે આપેલ કાળી સાડીમાં સજ્જ હતી ઉપરાંત પ્રિયાંશે આપેલ આછા ગુલાબી રંગની લીપસ્ટીક લગાવી હતી અને ગળામાં એ જ નેકલેસ પહેર્યો હતો જે પ્રિયાંશે તેને આપ્યો હતો. પ્રીતિકાને જોઈને પ્રિયાંશ ખુબ ખુશ થઇ ગયો કારણ કે આજે પ્રીતિકાએ એજ વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો જે પ્રિયાંશે તેને ભેટમાં આપેલ હતી. બંનેએ હસ્તધૂનન કર્યા અને પ્રીતિકા પ્રિયાંશની સામેની ખુરશીમાં ગોઠવાઈ, વેઈટર એક પ્લેટમાં બે બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી અને કોલ્ડ કોફીના બે ગ્લાસ મૂકી ગયો. કારણકે હવે તો વેઈટર પણ તેમની પસંદ જાણી ગયો હતો. બંનેએ એકબીજાને પેસ્ટ્રી ખવડાવી. કોફી પીતાં પીતાં પ્રીતિકાએ કહ્યું. પ્રિયાંશ, આજે મારા ઘરે છોકરાવાળા મને જોવા આવવાના છે. આ સાંભળી પ્રિયાંશ ખુશ થયો અને તેણે કહ્યું, આ તો ખુબ સારા સમાચાર છે, મને ખાતરી છે કે એ લોકો તને પસંદ કરી જ લેશે. અહી પ્રીતિકાના ચહેરા પર જરા પણ ખુશી ન હતી. પ્રીતિકાએ છણકા સાથે કહ્યું, પણ મને એ છોકરા સાથે લગ્ન નથી કરવા, મારા મનમાં અન્ય કોઈ વસેલો છે. મૂંઝવણ એ છે કે હું એ છોકરાને કહી નથી શકતી અને એ છોકરો પણ કોઈ કારણોસર મારી સમક્ષ પ્રેમનો એકરાર નથી કરતો પરંતુ હું પણ તેના મોઢે એકરાર કરાવીને જ જંપીશ. આ સાંભળી પ્રિયાંશ અસમંજસમાં પડી ગયો કે પ્રીતિકા પોતાની જ વાત કરે છે કે અન્ય કોઈ યુવકના સંદર્ભમાં કહે છે પરંતુ તેણે એ વાત હસી ને ટાળી નાંખી. બીજા દિવસે રવિવાર હતો એટલે નિયમ મુજબ પ્રિયાંશ તેની લેખનયાત્રા અને પ્રીતિકા સાથે મુલાકાત માટે CCD આવ્યો અને બીજી તરફ પ્રીતિકાના માતા-પિતા પ્રીતિકાનું માંગું લઈને પ્રિયાંશના ઘરે પહોચ્યા. તેમણે પ્રિયાંશના માતા-પિતાને પ્રિયાંશ-પ્રીતિકાના પરિચય વિશેની રજૂઆત કરી ત્યારે પ્રિયાંશના પિતાએ પ્રિયાંશને થેલેસેમિયા હોવાની વાત જણાવી પરંતુ પ્રીતિકાના પિતાએ કહ્યું અમે અને અમારી દીકરી આ વાત જાણીએ છીએ અને અમને આ લગ્ન થાય તેનો કોઈ વિરોધ નથી. પ્રિયાંશના પિતાએ પ્રિયાંશની ઈચ્છા જાણવા માટે એક દિવસ નો સમય માંગ્યો. મોડી સાંજે જયારે પ્રિયાંશ ઘરે આવ્યો ત્યારે તેના માતા-પિતાએ તેને’ પ્રીતિકાનું નામ આપ્યા વિના સગાઈનું માંગું આવ્યાની વાત કરી ત્યારે પ્રિયાંશે અણગમા સાથે ઉત્તર આપ્યો કે પપ્પા તમે જાણો છો કે મને થેલેસેમિયા છે અને તેથી મેં લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે પછી તમે શા માટે લોકોને સ્પષ્ટ જણાવી નથી દેતા અને મારી સાથે વાત કરવાનો શો મતલબ છે? આ સાંભળી પ્રિયાંશના મમ્મીએ કહ્યું, બેટા, પહેલા તું તારા રૂમમાં જઈ હાથ-મો ધોઈ આવ પછી આપણે આ બાબતે ચર્ચા કરીશું. પ્રિયાંશ હાથ-મો ધોવા તેના રૂમમાં પ્રવેશ્યો કે સામે નીલા રંગના બાંધણી સુટમાં (જે બાંધણી સુટમાં પ્રિયાંશ અને પ્રીતિકાની પ્રથમ મુલાકાત થઇ હતી) સજ્જ પ્રીતિકા તેની રાહ જોઈ રહી હતી. પ્રીતિકાને જોઇને શું બોલવું એ જ પ્રિયાંશ ને નહોતું સમજાતું એટલામાં પ્રીતિકા પ્રિયાંશની નજીક આવી ગાલ પર ટપલી મારતા બોલી, કેમ લેખક મહાશય, શું વિચારમાં પડી ગયા? હું બધું જાણું છું