કોરી પાટી

કોરી પાટી

કોરી પાટી હતું મન આ મારું

પ્રિતની શાહીથી લખ્યાં છે લેખ ઘણાં

રંગવિહીન હતી જિંદગી આ મારી

તેં પ્રિતના ભર્યા છે રંગ ઘણાં

 

સહવાસથી ડરતી હતી હું

ને તારા સ્પર્શનો એહસાસ સુદ્ધાં છે આજે

એકલી નીકળી ન હતી કદીય બહાર

ને તારા સંગાથની સુવાસ મહેકે છે આજે

 

શાંત હતું આ નિસ્તેજ મન મારું

પણ દરિયાની છલકતી લહેર છે આજે

હોઠ કદીય બોલ્યા નહિ પણ

તારા નામનું જ રટણ છે આજે

 

પાંદડા વગરના વડ જેવું 

હતું આ જીવન મારું

ને ખીલેલા પુષ્પોની

માળા છે આજે

 

આમ તો આવ્યાં ને ગયા ઘણાંય

આ જીવનયાત્રામાં

રોકવા હાથ ઉપડ્યો નહિ કદી

ને તને પામવાની ચાહત જાગી છે આજે

Share:

NEWSLETTER

Get all the latest posts delivered straight to your inbox.

You have been successfully Subscribed! Ops! Something went wrong, please try again.

© 2023 Abhivyaktee. Powered by Abhivyaktee